Get The App

શું કોફી એ એન્ટી એજિંગ ડ્રિંક છે? રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
Coffee as the New Anti Ageing Drink


Coffee as the New Anti Ageing Drink: મોટાભાગના લોકો રોજ કોફી પીવાનું પસંદ કરતા હોય છે. એવામાં કોફી માત્ર મૂડ જ સારો નથી કરતી પણ તમને દિવસભર એક્ટિવ પણ રાખે છે, એ તો બધા જ જાણે છે. પરંતુ હવે એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લેક કોફી એ એક એન્ટી એજિંગ ડ્રિંક પણ છે.

રિસર્ચ શું કહે છે?

યુરોપિયન જર્નલ ઓફ ન્યુટ્રિશનના એક રિસર્ચ મુજબ, દરરોજ બ્લેક કોફી પીવાથી નબળાઈ અને થાકનું જોખમ ઓછું થઈ શકે છે. આ રિસર્ચમાં નેધરલેન્ડ્સના 55 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થતો હતો. બધા લોકોને દરરોજ 2 થી 4 કપ કોફી પીવા માટે આપવામાં આવી હતી. ચોક્કસ સમય પછી, બધા લોકોમાં શારીરિક નબળાઈના લક્ષણોમાં ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત, તેની અસર તેમની ત્વચા પર પણ જોવા મળી.

બ્લેક કોફી એન્ટી એજિંગ ડ્રિંક

રિસર્ચ અહેવાલમાં જણાવાયું છે કે બ્લેક કોફીમાં એન્ટી એજિંગ એન્ટીઑકિસડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેન્ટરી ગુણધર્મો હોય છે. આ ગુણધર્મો સ્નાયુઓને સુરક્ષિત કરવામાં અને મેટાબોલિક સ્વાસ્થ્યને સુધારવામાં અસર મદદ કરે છે. એવામાં આ બધી વસ્તુઓ એકસાથે એન્ટી એજિંગ તરીકે કામ કરે છે અને શરીરમાં વૃદ્ધત્વના લક્ષણોમાં ઘટાડો કરે છે.

કોફીનું સેવન યોગ્ય માત્રામાં કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ

આ ઉપરાંત, અન્ય એક રિપોર્ટમાં વૃદ્ધત્વ પર કોફીના ફાયદાઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. જેમાં કોફીમાં હાજર કેફીન કેટલાક કોષોનું આયુષ્ય વધારી શકે છે અને ડીએનએ ડેમેજને સુધારવામાં મદદ કરી શકે છે, જેનાથી વૃદ્ધત્વ અસર ઓછી દેખાય છે. આ સંદર્ભે, સંશોધકે યીસ્ટ કોષો પર એક પ્રયોગ કર્યો. જેમાં જાણવા મળ્યું કે જો કોષો પહેલાથી જ સ્વસ્થ હોય, તો કેફીન તે કોષોનું જીવન વધુ વધારી શકે છે. પરંતુ જો કોષો પહેલાથી નુકસાન પામેલા હોય તો કેફીન પણ તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. એટલે કે, જો શરીરની આંતરિક સ્થિતિ સારી ન હોય, તો કોફી ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, તેને યોગ્ય માત્રામાં પીવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ઘરની હવાને એકદમ શુદ્ધ કરી તાજગી ભરી દેશે આ 6 છોડ, એર પ્યોરિફાયર તરીકે કરે છે કામ

દિવસમાં કેટલા કપ કોફી પીવી યોગ્ય છે?

રિસર્ચ રિપોર્ટ મુજબ, જો તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો, તો દરરોજ 2 થી 4 કપ કોફી પીવાથી તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી પાડી શકાય છે. રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક કપ કોફી એટલે 125 મિલી. પરંતુ જો તમારા શરીરમાં કોઈ આંતરિક સમસ્યા હોય, તો પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

Disclaimer: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. તે કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. 

શું કોફી એ એન્ટી એજિંગ ડ્રિંક છે? રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો 2 - image

Tags :