ઘરની હવાને એકદમ શુદ્ધ કરી તાજગી ભરી દેશે આ 6 છોડ, એર પ્યોરિફાયર તરીકે કરે છે કામ
Air Purifying Plants: છોડ ફક્ત ઘરની સુંદરતા જ નથી વધારતા પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. એવામાં ફક્ત છત પર જ નહીં પરંતુ ઘરની અંદર પણ છોડ વાવવો મહત્ત્વપૂર્ણ છે. આ એવા 6 એવા છોડ જોઈએ જે તમે તમારા ઘરની અંદર લગાવીને ઘરને સજાવી શકો છો અને તે તમને એકદમ શુદ્ધ હવા પણ આપશે.
1. સ્નેક પ્લાન્ટ
આ છોડ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે અને ઓછા પ્રકાશમાં પણ સરળતાથી ટકી રહે છે. તે રાત્રે પણ ઓક્સિજન આપે છે અને હવામાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે. તેની સંભાળ રાખવી પણ સરળ છે કારણ કે તેને ઓછા પાણીની જરૂર પડે છે. તેને અઠવાડિયામાં એક જ વાર પાણી આપવાની જરૂર હોય છે.
2. મની પ્લાન્ટ
મની પ્લાન્ટ ઘરની સજાવટ માટે સૌથી લોકપ્રિય છોડમાંનો એક છે. તે હવામાં હાજર ફોર્માલ્ડીહાઇડ અને બેન્ઝીન જેવા હાનિકારક વાયુઓને સાફ કરે છે. તેને સરળતાથી બોટલ અથવા વાસણમાં ઉગાડી શકાય છે. તેને વધુ પાણી અને પ્રકાશની પણ જરૂર નથી.
3. એલોવેરા
એલોવેરા ફક્ત ત્વચા અને વાળ માટે જ ફાયદાકારક નથી, તે હવાને પણ શુદ્ધ કરે છે. તે હવામાંથી બેન્ઝીન અને ફોર્માલ્ડીહાઇડ જેવા વાયુ દૂર કરે છે. તેને સૂર્યપ્રકાશમાં રાખો અને તેને પણ વધુ પાણી જરૂર નથી હોતી.
4. પીસ લિલી
પીસ લિલી દેખાવમાં સુંદર હોવાથી તે ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાંદડા ઘેરા લીલા અને ચળકતા હોય છે. આ છોડ હવામાં ઓગળેલા એમોનિયા, બેન્ઝીન અને ફોર્માલ્ડીહાઇડ જેવા ઝેરી તત્ત્વોને શુદ્ધ કરે છે. પીસ લિલી એક એવો છોડ છે જે ઓછા પ્રકાશમાં પણ ટકી શકે છે. એટલે કે, તમે આ છોડને બેડરૂમ, બાથરૂમ અથવા ઘરના છાંયડાવાળા ખૂણામાં રાખી શકો છો.
5. એરિકા પામ
આ છોડ ઘર કે ઓફિસની સજાવટ માટે ખૂબ જ સારો છે. તે રૂમની ભેજ જાળવી રાખે છે અને હવાને તાજગી આપે છે અને ખૂબ જ સુંદર દેખાય છે. તેને પ્રકાશમાં રાખો અને જમીનને ભેજવાળી રાખો.
6. બોસ્ટન ફર્ન
બોસ્ટન ફર્ન હેન્ગિંગ બાસ્કેટ, પ્લાન્ટ સ્ટેન્ડ અથવા બારીમાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ છોડ માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ તે હવાને શુદ્ધ કરવામાં પણ અસરકારક છે. તે ફોર્માલ્ડીહાઇડ અને ઝાયલીન જેવા હાનિકારક તત્ત્વોને શોષીને ઘરની અંદરના વાતાવરણને સ્વચ્છ અને તાજું બનાવે છે. તમે આ છોડને ઝાંખા પ્રકાશ અને ભેજવાળા વાતાવરણમાં રાખી શકો છો.