Get The App

8 વર્ષની ઉંમર પછી બાળકો સાંતા ક્લોઝ પર ટ્રસ્ટ નથી કરતાં

Updated: Dec 19th, 2018

GS TEAM

Google News
Google News

એક ઇન્ટરનેશનલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આખી દુનિયામાં 8 વર્ષ કે તેની આસપાસના વયજૂથના બાળકો સાંતા ક્લોઝ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે.  અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે 34 ટકા વયસ્ક માને છે કે તેઓ હજી પણ ફાધર ક્રિસમસ પર વિશ્વાસ કરે છે.  સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે સાન્ટામાં ઘણાં બાળકો વિશ્વાસ નથી કરતાં પણ એવો કેટલોક યુવાવર્ગ છે જે સત્ય જાણે છે કે એમનું કોઈ અસ્તિત્વ નથી છતાં એવો દેખાડો કરે છે કે તેમને સેન્ટામાં વિશ્વાસ છે.

8 વર્ષની ઉંમર પછી બાળકો સાંતા ક્લોઝ પર ટ્રસ્ટ નથી કરતાં 1 - image

બ્રિટનની યૂનિવર્સિટી ઓફ એક્સેટરમાં મનોવિતજ્ઞાનના પ્રોફેસર ક્રિસ બોયલે દુનિયાના લોકોને પૂછ્યું કે તેઓ એમને જણાવે કે તેમણએ પોતાનો સાંટાને લગતો અભિગમ કેવી રીતે બદલ્યો. તેમજ એ જાણ્યાં પછી શું એમના પોતાના વાલી પરના વિશ્વાસને કોઈ અસર થઇ ખરી કે સાંતા જેવા દેખાય છે તેવા છે નહીં. બોયલને ઇ એક્સેટર સાંતા સર્વે પર આખા વિશ્વમાંથી 1200 જવાબ મળ્યાં. જે પોતાની રીતનું એકમાત્ર ઇન્ટરનેશનલ રિસર્ચ હતું.

જવાબ આપનારમાં  મોટાભાગના વયસ્ક હતા. આ રિસર્ચથી જાણવા મળે છે કે 34 ટકા લોકો હજી એવું ઇચ્છે છે કે તેઓ હજી સાંતા પર વિશ્વાસ કરે. જ્યારે 50 લોકો એ વાતને લઇને સંતુષ્ટ છે કે હવે એમનો એના પર વિશ્વાસ નથી. રિસર્ચમુજબ તો આઠ વર્ષની ઉંમરના સરેરાશ બાળકો પણ સાંતા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે.

Tags :