કરવા ચોથની પૂજા માટે ફોલો કરો આ બોલીવૂડ સ્ટાર્સની ફેશન
મુંબઈ, 17 ઓક્ટોબર 2019, ગુરુવાર
કરવા ચૌથની પૂજામાં સ્ત્રીઓ સોળ શણગાર સજી અને પૂજા કરે છે. બોલિવૂડની અનેક ફિલ્મોમાં પણ કરવા ચૌથ માટેના ગીતો જોવા મળે છે. આ વ્રતને ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આજે જાણો બોલિવૂડની સ્ટાર્સના કરવા ચૌથના ફેશન ફંડા વિશે.
ચંચળ અને શરારતી કાજોલના લગ્ન અજય દેવગણ સાથે થયા છે. તેમના લગ્નને 19 વર્ષ થયા છે. કાજોલ દરેક તહેવારમાં યૂનિક લુકમાં જોવા મળે છે. પરંતુ તેના આ લુકને તમે કરવા ચૌથના વ્રત માટે ફોલો કરી શકો છો.
બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિતના લગ્નને પણ 19 વર્ષ પૂર્ણ થયા છે. 17 ઓક્ટોબરના રોજ જ તેણે શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. માધુરીનો આ ડ્રેસ તમે પહેરી અને કરવા ચૌથને શાનદાર બનાવી શકો છો.
વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કરનાર ઐશ્વર્યા રાય બચ્ચનનો આ લુક તમારા વ્રતમાં પણ ચાર ચાંદ લગાવી દેશે.
2009માં બિઝનેસ મેન રાજ કુંદરા સાથે લગ્ન કરનાર શિલ્પા શેટ્ટીનો લુક દરેક વ્રત અને તહેવારમાં અલગ હોય છે અને તે અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક પણ હોય છે.
કરીના અને સૈફ અલીએ 16 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. કરીનાનો આ ડ્રેસ નવી નવેલી દુલ્હન અને પહેલીવાર વ્રત કરનાર સ્ત્રી માટે અકદમ પરફેક્ટ છે.