બી ટાઉન બેબ્સ સમરમાં પહેરે છે વ્હાઈટ, કેમ
ઉનાળામાં બી ટાઉનની બ્યૂટિફૂલ ગર્લ્સ વ્હાઈટ કપજાં પહેરવાનું વધારે પસંદ કરે છે. આમ તો આપણે પણ લાઈટ કે વ્હાઇટ વધારે પ્રીફર કરીએ છીએ પરંતુ એક્ટ્રેસ આ ટ્રેન્ડને શા માટે ફોલો કરે છે તે રસપ્રદ વાત છે.
એક કારણ એ છે કે વ્હાઈટ કપડામાં તે સ્ટાઈલિશ અને સુંદર લાગે છે સાથે જ ઉનાળામાં આ રંગ કમ્ફર્ટ ફીલ કરાવે છે. આ ઉપરાંત પણ વ્હાઈટ કપડાં પહેરવાના બહુ લાભ હોય છે...
- ઉનાળામાં વ્હાઈટ ડ્રેસ પહેરવાથી શરીરને ઠંડક મળે છે.
- સફેદ કપડાંને લીધે તડકામાં બહાર નીકળીએ ત્યારે શરીર પર તડકાની અસર ઓછી થાય છે.
- જો તમે વ્હાઈટ શર્ટ પહેરો તો તેનાથી શરીરનો ઉપરનો ભાગ આખો ઢંકાયેલો રહે છે, પરિણામે તડકામાં સ્કીન કાળી થતી નથી.
- વ્હાઈટ ડ્રેસની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે તે દરેક સ્કીનપર સૂટ થાય છે અને એનાથી ઇન્ફેક્શન થવાનું જોખમ ના બરાબર હોય છે.
- વ્હાઈટ કલર પાર્ટી, ઓફિસ કે કોઈપણ પ્રસંગે પહેરી શકાય છે. તેમજ આ કલર કદી આઉટ ઓફ ફેશન થતી નથી. આમ આ સદાબહાર કલર તમારા કલેક્શનમાં હોવો જ જોઈએ.