Get The App

સવારે ખાલી પેટ પીઓ આ ડ્રાયફ્રૂટનું પાણી, 6 ચમત્કારી ફાયદા વિશે જાણી ચોંકશો

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
સવારે ખાલી પેટ પીઓ આ ડ્રાયફ્રૂટનું પાણી, 6 ચમત્કારી ફાયદા વિશે જાણી ચોંકશો 1 - image


Black Raisins Water Benefits: જો તમે પણ તમારા વ્યસ્ત જીવનના કારણે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન નથી રાખી શકતા, તો તમે તમારા દિવસની શરૂઆત એક હેલ્ધી ડ્રિંકથી કરી શકો છો. જેનાથી તમારા શરીરને ઘણા ફાયદા મળશે. નોઈડાની યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના હેડ ઓફ ડાયેટિક્સ અને ડાયેટિશિયન સુહાની સેઠ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે પલાળેલી કાળી કિસમિસના પાણીના ઘણા ફાયદા છે.

ડાયઝેશનમાં સુધારો

કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તે કબજિયાતથી રાહત આપવામાં અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સવારે તેનું પાણી પીવાથી આંતરડા સાફ રહે છે અને ગટ હેલ્થ સારી બને છે.

એનર્જી બૂસ્ટર

કિસમિસ નેચરલ શૂગર અને કાર્બોહાઈડ્રેટ્સનો સોર્સ છે. પલાળેલી કિસમિસનું પાણી સવાર-સવારમાં તાત્કાલિક એનર્જી આપે છે અને મેટાબોલિઝ્મને એક્ટિવ કરે છે.

આયરનથી ભરપૂર

કાળી કિસમિસનું પાણી લોહીમાં હિમોગ્લોબિન વધારવામાં અને એનિમિયાની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. તે થાક દૂર કરે છે અને શરીરને તાજગી આપે છે.

એન્ટીઑકિસડન્ટનો ખજાનો

કિસમિસમાં પોલીફેનોલ નામના એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને બળતરાથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વૃદ્ધત્વ પ્રોસેસને સ્લો કરે છે. 

સ્કિન-વાળ માટે બેસ્ટ

પલાળેલી કિસમિસનું પાણી સ્કિનમાં ગ્લો લાવે છે અને વાળને મજબૂત બનાવે છે. તેના વિટામિન્સ કોલેજન પ્રોડક્શનને સપોર્ટ કરે છે, જેનાથી સ્કિનના ઈલાસ્ટિસિટી જળવાઈ રહે છે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ સામે ઢાલ બન્યો ભારતનો આ મિત્ર દેશ, 5 દેશોના સંગઠન સાથે ફ્રી ટ્રેડ ડીલની વાટાઘાટો શરૂ

ડિટૉક્સનું કામ

પલાળેલી કિસમિસનું પાણી ટૉક્સિન્સ બહાર કાઢવામાં અસરકારક છે અને લીવર-કિડનીને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.

કેવી રીતે કરવું સેવન?

આ હેલ્ધી ડ્રિંક માટે તમારે 8-10 કાળી કિસમિસ આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી દેવી. સવારે ખાલી પેટ આ પાણી પી જવું અને કિસમિસ ખાઈ જવી. 

Tags :