Get The App

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
Monsoon Hair Problems


Monsoon Hair Problems: ચોમાસાની ઋતુ પોતાની સાથે ઘણી રાહત અને તાજગી લાવે છે, પરંતુ આ ઋતુ આપણા વાળ માટે સારી નથી. ચોમાસામાં વાળ ખૂબ જ ડ્રાય અને નબળા થઈ જાય છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ગંદકી, પરસેવો અને વરસાદનું પાણી માથાની ચામડીને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી ખોડો, ઇન્ફેકશન અને વાળ ખરવા જેવી સમસ્યાઓ વધે છે. આવી સ્થિતિમાં, જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો વાળ નિર્જીવ થઈ જાય છે અને ઝડપથી ખરવા લાગે છે. એવામાં જો તમે આ પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય રો આ જાણકારી તમારા માટે છે. 

1. વરસાદમાં પલળવાનું ટાળો 

ઘણા લોકોને વરસાદમાં પલળવું ગમે છે, પરંતુ વરસાદનું પાણી વાળ માટે સારું નથી. વારંવાર વરસાદના પાણીના સંપર્કમાં આવવાથી વાળ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે. તેથી વરસાદમાં ઓછા ભીના થવાનો પ્રયાસ કરો અને બહાર જતી વખતે તમારા વાળ ઢાંકીને રાખો જેથી તે વરસાદમાં ભીના ન થાય.

2. ભીના વાળમાં કાંસકો ન ફેરવો

ભીના વાળ સૌથી નબળા હોય છે. પરંતુ કેટલાક લોકો ઉતાવળમાં ભીના વાળ કાંસકો કરે છે. જે વાળને વધુ નબળા બનાવી શકે છે અને વાળ ખરવાનું વધારી શકે છે. તેથી હંમેશા વાળ સુકાઈ ગયા પછી જ પહોળા દાંતવાળા કાંસકોનો ઉપયોગ કરો.

3. અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા

ચોમાસા દરમિયાન પરસેવો અને ધૂળ માથાની ચામડી પર જમા થાય છે. આનાથી ઇન્ફેકશનનું જોખમ વધે છે. તેથી સલાહ આપવામાં આવે છે કે ચોમાસા દરમિયાન માથાની ચામડી સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે અઠવાડિયામાં બે થી ત્રણ વાર હળવા શેમ્પૂથી વાળ ધોવા જરૂરી છે.

4. વાળમાં તેલ લગાવો

વાળના તેલમાં એવા ઘટકો હોય છે જે ફક્ત તમારા વાળને મજબૂતી અને પોષણ આપતા નથી, પરંતુ વરસાદની ઋતુમાં ચામડીના ઇન્ફેકશન સામે લડવામાં પણ મદદ કરે છે. ચોમાસામાં અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ગરમ તેલનો માલિશ કરવી જોઈએ જેથી તમારા વાળના છિદ્રોમાં લોહીનો પ્રવાહ વધે અને વાળ ખરતા અટકે.

આ પણ વાંચો: આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટની ટિપ્સથી આવશે સમસ્યાનો ઉકેલ

5. વરસાદી પાણી ધોઈ લો

ચોમાસામાં વાળની ​​સંભાળ રાખવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જો તમારા વાળ વરસાદમાં ભીના થઈ જાય તો તમારા વાળ ધોઈ લો. જ્યારે તમે વરસાદમાં ભીના થાઓ છો વરસાદનું પાણી વાળની સ્કેલ્પના pH ને અસંતુલિત કરી શકે છે. જેથી વાળની ​​સમસ્યાઓ વધી શકે છે. આથી વાળની સંભાળ રાખવા સારા શેમ્પૂ-કન્ડિશનરનો ઉપયોગ કરો. જેના કારણે વાળ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય.

6. તમારા વાળ સુકા રાખો

ચોમાસા દરમિયાન ભેજનું પ્રમાણ વધુ હોય છે અને તેમજ વાળ પણ નાજુક હોય છે. આથી વાળ ધોયા પછી તે સંપૂર્ણપણે સુકાઈ જાય તેની ખાતરી કરો. ધોયા પછી, વાળ ખરવાનું ઓછું કરવા માટે તમારી સ્કેલ્પને ઝડપથી સૂકાવા દો. તમારા વાળને કુદરતી રીતે હવામાં સુકાવા દો તેમજ ભીના હોય ત્યારે તેને બાંધશો નહીં. ઉપરાંત, ચોમાસામાં બહાર જતી વખતે તમારા વાળને ઢાંકવા માટે છત્રી, ટોપી અથવા સ્કાર્ફ જેવી આવશ્યક એક્સેસરીઝનો ઉપયોગ કરો.

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ 2 - image

Tags :