Get The App

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટની ટિપ્સથી આવશે સમસ્યાનો ઉકેલ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
Dark Circles Home Remedies


Dark Circles Home Remedies: આંખો નીચે ડાર્ક સર્કલ ખૂબ જ સામાન્ય છે. ઊંઘનો અભાવ, ખાવામાં બેદરકારી, તણાવ, વૃદ્ધત્વ, ડિહાઇડ્રેશન અથવા સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી પણ ડાર્ક સર્કલ આવે છે. આંખો નીચે અને કુંડાળાએ વૃદ્ધત્વની નિશાની પણ માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં, યુવાનોમાં પણ કુંડાળા પડવાની સમસ્યા જોવા મળે છે. કિશોરાવસ્થાના બાળકોમાં પણ ડાર્ક સર્કલ થવાની સમસ્યા હોય છે. ઘણા લોકોમાં ડાર્ક સર્કલની સમસ્યા આનુવંશિક હોઈ શકે છે, તેથી તેને સંપૂર્ણપણે અટકાવવી થોડી મુશ્કેલ છે. આવા લોકોએ તેમની દિનચર્યા અને ત્વચાની સંભાળ પર વધુ ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે ડાર્ક સર્કલ કેમ થાય છે અને તેને દૂર કરવાના ઉપાય શું છે. 

ડાર્ક સર્કલ થવાના કારણો

ડાર્ક સર્કલ થવા અંગે ડૉક્ટરનું કહેવું છે કે, 'આંખોની નીચે ખૂબ જ નાનો એક ફેટ પોકેટ (સોફ્ટ જેન્ટલ ફેટ પાર્ટ) હોય છે, જે આનુવંશિક રીતે ઉંમર વધવાની સાથે સૌથી પહેલા ગાયબ થાય છે અને 14-15 વર્ષની ઉંમરે પણ આ પોકેટ ગાયબ થઈ જાય છે. આ જ કારણથી આંખોની નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે. ખાસ કરીને જો જીન્સમાં તે પેટર્ન હોય, તો ટીન એજમાં જ અંડર આઈ ફેટ પાર્ટ નીકળી જાય છે અને તેનાથી પોલાણ (હોલોનેસ) આવી જાય છે. સીધા શબ્દોમાં કહીએ તો, ત્વચા એટલી ડાર્ક નથી હોતી, પરંતુ ફેટ પોકેટ નીકળી જવાથી ખાડા જેવું બની જાય છે અને પ્રકાશનું પરાવર્તન (લાઇટ રિફ્લેક્શન) ન થવાને કારણે સામેવાળાને ત્વચા ખૂબ જ ડાર્ક દેખાય છે.'

આ ઉપરાંત અન્ય કારણો પણ અસર કરે છે જેમ કે, ઊંઘનો અભાવ, ખાવામાં બેદરકારી, તણાવ, વૃદ્ધત્વ, ડિહાઇડ્રેશન અથવા સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી પણ ડાર્ક સર્કલ આવે છે.

આ રીતે દૂર કરો ડાર્ક સર્કલ

ઊંઘની કમી

ડાર્ક સર્કલ્સ થવાનું પહેલું કારણ ઊંઘની કમી છે. ઊંઘની કમીથી રક્ત પરિભ્રમણ પ્રભાવિત થાય છે અને આંખો નીચે લોહી જમા થવા લાગે છે. આંખોની આસપાસની ત્વચા પાતળી હોય છે, તેથી જ્યારે થાકને કારણે રક્તવાહિનીઓ ફૂલે છે, ત્યારે તે આંખો નીચે વધુ દેખાવા માંડે છે, જેનાથી આંખો નીચે વાદળી કે જાંબલી રંગ દેખાવા લાગે છે. ઊંઘની કમીથી ત્વચાનો કુદરતી ગ્લો પણ ગુમાવવા લાગે છે અને ત્વચા પીળી પડવા માંડે છે, જેનાથી કાળી રક્તવાહિનીઓ વધુ ઘેરી દેખાય છે. આથી દરરોજ તમારી ઊંઘ પૂરી થાય અને તમને ઓછામાં ઓછી 7-8 કલાકની શાંત ઊંઘ મળે તેની ખાતરી કરો.

લો હિમોગ્લોબિન

જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય, તો તેનાથી ત્વચાના પેશીઓ સુધી ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી શકતું નથી અને આંખો નીચે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે, જેનાથી રક્તવાહિનીઓ વધુ સ્પષ્ટ દેખાય છે અને લાગે છે કે ડાર્ક સર્કલ્સ દેખાઈ રહ્યા છે. આ સામાન્ય રીતે થાક સાથે સંકળાયેલું છે. આવી સ્થિતિમાં, આયર્નથી ભરપૂર ખોરાક જેવા કે પાલક અને કિસમિસ ખાવાથી ડાર્ક સર્કલની સમસ્યા ઓછી થઈ શકે છે.

પાણીની કમી

જો શરીરમાં પાણીની કમી થાય, તો તેનાથી આંખો નીચેની ત્વચા નિસ્તેજ, શુષ્ક અને પાતળી દેખાવા લાગે છે. આનાથી આંખો અંદર ધસી ગયેલી દેખાય છે અને રક્તવાહિનીઓ ડાર્ક સર્કલ્સનું કારણ બને છે. ખરાબ હાઇડ્રેશનથી રક્ત પ્રવાહ ઓછો થાય છે, જેનાથી શરીરમાંથી ઝેરી તત્વો ધીમે ધીમે બહાર નીકળે છે અને શરીર થાકેલું દેખાય છે. તેથી, પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જરૂરી છે.

આ ટિપ્સ ઉપયોગી થઈ શકે છે

- ડાર્ક સર્કલ ઘટાડવા માટે, બટાકાનો રસ આંખો નીચે 10 થી 15 મિનિટ માટે લગાવી શકાય છે.

- હળદરની પેસ્ટ પણ ડાર્ક સર્કલ ઘટાડવામાં અસરકારક છે.

- કાકડીનો રસ અથવા કાકડીના ટુકડા પણ આંખો નીચે લગાવી શકાય છે.

- તેમજ તમારે આંખોને ઘસીને સાફ ન કરવી જોઈએ.

- રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલ લગાવવું પણ ફાયદાકારક હોઈ શકે છે.

Disclaimer: સલાહ સહિતની આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. 

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટની ટિપ્સથી આવશે સમસ્યાનો ઉકેલ 2 - image

Tags :