પિસ્તાથી નીખરી જશે ચહેરાની ત્વચા, આ રીતે બનાવો ફેસપેક
અમદાવાદ, 31 જુલાઈ 2019, બુધવાર
પિસ્તા આપણા સ્વાસ્થ્ય માટે તો લાભકારી છે, તેનું રોજ સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પિસ્તામાં ફાયબર, પ્રોટીન, વિટામિન સી, ઝિંક, કોપર, પોટૈશિયમ, આયરન, કૈલ્શિયમ સહિતના તત્વો હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પિસ્તા સ્વાસ્થ્યની સાથે ચહેરાની સુંદરતાને ચાર ચાંદ લગાડવામાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. પિસ્તાથી બનેલા ફેસમાસ્ક કે પેક બનાવી તેને ચહેરા પર લગાડવાથી ચહેરા પર ગ્લો આવે છે. તો ચાલો જાણી લો પિસ્તાના ફેસપેકથી થતા લાભ વિશે.
1. પિસ્તાના ફેસપેકનો ઉપયોગ નિયમિત કરવાથી ત્વસા હંમેશા યુવાન રહેશે. તેમાં ભરપૂર પ્રમાણમાં એંટી ઓક્સીડેટ્સ હોય છે જે ત્વચા પર ઉંમરની અસર થવા દેતા નથી. તે આંખના સ્વાસ્થ્ય માટે પણ લાભાકારી છે. આંખની નીચે પડતી કરચલીઓને પણ પિસ્તાના પેકથી દૂર કરી શકાય છે.
2. પિસ્તા ત્વચા માટે ગુણકારી છે. તેનું સેવન નિયમિત કરવાથી ત્વચા ચમકતી રહેશે અને સન ડેમેજ પણ થશે નહીં. તેમાં ફેટી એસિડ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.
3. તેના ઉપયોગથી ત્વચા સ્વસ્થ રહે છે અને તેનો કુદરતી નિખાર જળવાઈ રહે છે. પિસ્તા એક નેચરલ મોઈશ્ચુરાઈઝર પણ છે તેથી રોજ પિસ્તાનો પેક ચહેરા પર લગાડવાથી ત્વચા કોમલ અને મુલાયમ રહે છે.
4. ખરતા વાળ માટે પણ પિસ્તા લાભકારી છે. તેને નિયમિત રીતે ડાયટમાં પણ લેવાથી લાભ થશે. આ ઉપરાંત તેની પેસ્ટ બનાવી ચહેરા તેમજ વાળના મૂળમાં લગાવવાથી થોડા જ દિવસોમાં લાભ જોવા મળશે.