Get The App

રસોડામાં હંમેશા રહેતી આ વસ્તુને સમર ડાયેટમાં સામેલ કરો, ફાયદા જાણી ચોંકશો

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
રસોડામાં હંમેશા રહેતી આ વસ્તુને સમર ડાયેટમાં સામેલ કરો, ફાયદા જાણી ચોંકશો 1 - image


Image Source: Freepik

Turmeric Benefits: આયુર્વેદમાં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે. હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર એક એવો મસાલો છે જે આપણા રસોડામાં સરળતાથી મળી જાય છે. શિયાળાની સાથે ઉનાળામાં પણ હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં હળદરનું સેવન કરવાથી ગરમી, ડિહાઈડ્રેશન અને ઋતુ પરિવર્તનથી બચી શકાય છે. આજે અમે તમને ઉનાળાની ઋતુમાં હળદરનું સેવન કરવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગરમીમાં ઈન્ફ્લેમેશન સામે લડે છે

ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમીને કારણે ઈન્ફ્લેમેશન, સ્કિન પર ફોલ્લીઓ અને સાંધાના દુ:ખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હળદરમાં એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે બળતરા અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. પોતાના ડાયટમાં હળદરને સામેલ કરવાથી બળતરા ઓછી થઈ શકે છે, ખાસ કરીને એ લોકો જે ગરમીના સમયે સાંધામાં જડતા અથવા સ્નાયુઓમાં દુ:ખાવો અનુભવે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ કરે છે

ગરમ હવામાનમાં ઘણીવાર બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. હળદર ઈમ્યૂન સેલ્સ એક્ટિવિટીને વધારીને અને ખતરનાક જંતુઓ સામે લડીને તમારા શરીરની રક્ષાને વધારે છે. હળદરવાળું દૂધ પીવાથી અથવા તમારા ઉનાળાના પીણાંમાં એક ચપટી હળદર ઉમેરવાથી તમને મોસમી ઉધરસ, શરદી અને ડાયઝેસ્ટિવ ઈન્ફેક્શનથી બચવામાં મદદ કરી શકે છે.

પાચનમાં સુધારો કરે છે

ગરમીમાં એસિડિટી, પેટનું ફૂલવું અથવા ભૂખ ન લાગવી જેવી પાચન સમસ્યાઓ સામાન્ય છે. હળદર બાઈલ પ્રોડક્શનને ઉત્તેજિત કરે છે, જે સારું પાચન  અને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. છાશ અથવા દાળમાં થોડી માત્રામાં હળદર ઉમેરવાથી પેટને આરામ મળે છે અને ગરમી દરમિયાન તમારા પાચનતંત્રને સંતુલિત રાખે છે.

આ પણ વાંચો: શહેનાઝ ગિલે 6 મહિનામાં 55 કિલો વજન ઘટાડ્યું, ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈ ફેન્સ ચોંક્યા

નેચરલ ડિટૉક્સિફાયર

વધુ પડતો પરસેવો અને ગરમીના સંપર્કમાં આવવાથી શરીરની ડિટોક્સ સિસ્ટમ પર દબાણ પડી શકે છે. હળદર લીવર ફંક્શનમાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે તમારી સિસ્ટમને શુદ્ધ કરવા અને એનર્જીથી ભરપૂર રહેવા માટે ફ્રેશ ડિટૉક્સ ડ્રિંક તરીકે લીંબુ પાણી અથવા હર્બલ ચામાં હળદર ઉમેરી શકો છો.

સ્કિન હેલ્થ

ઉનાળાની ઋતુમાં ખીલ, ટેનિંગ અને ડલનેસ જેવી સ્કિન સબંધી સમસ્યાઓ વધુ જોવા મળે છે. હળદરના એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સ્કિનને સાફ કરે છે અને સૂર્યપ્રકાશથી થતા નુકસાનને ઘટાડે છે. હળદરનું સેવન ભલે આંતરિક રીતે કરવામાં આવે કે ફેસ પેક તરીકે લગાવવામાં આવે, તે ઉનાળામાં નેચરલ ગ્લો મેળવવામાં મદદ કરે છે.

Tags :