Get The App

ટૂથપેસ્ટથી માત્ર દાંત જ નહીં ખીલ, બ્લેકહેડ્સને પણ કરી શકાય છે સાફ... જાણો beauty Tips

Updated: Dec 28th, 2018

GS TEAM


Google News
Google News
ટૂથપેસ્ટથી માત્ર દાંત જ નહીં ખીલ, બ્લેકહેડ્સને પણ કરી શકાય છે સાફ... જાણો beauty Tips 1 - image


અમદાવાદ, 28 ડિસેમ્બર 2018, શુ્ક્રવાર

દાંત સાફ કરવા માટે રોજ સવારે અને રાત્રે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટૂથપેસ્ટ ખીલ જેવી ત્વચાની અન્ય સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. એટલું જ નહીં ટૂથપેસ્ટના ઉપયોગથી વાળની સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. તો ચાલો જણાવીએ તમને કે કેવી રીતે ત્વચાને બેદાગ બનાવી શકે છે ટૂથપેસ્ટ.

ત્વચા પર આ ટૂથપેસ્ટનો ન કરવો ઉપયોગ

ત્વચા પર જેલ, ફ્લેવર અને હર્બલ ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે સફેદ રંગની સાદી ટૂથપેસ્ટનો જ ઉપયોગ કરવો. આ ટૂથપેસ્ટના ઉપયોગથી ત્વચા પર બળતરા થશે નહીં.

ખીલ દૂર કરવા માટે

સૌથી પહેલા ચહેરો બરાબર સાફ કરી લેવો અને ટૂથપિક કે પછી ઈયરબડની મદદથી ટૂથપેસ્ટને ખીલ પર લગાવો. પેસ્ટને 30 મિનિટ સુધી લગાવી રાખો અને તેને ઠંડા પાણીથી સાફ કરી લો. તમે ટૂથપેસ્ટમાં એલોવેરા જેલ ઉમેરીને પણ લગાવી શકો છો.

ડાઘ દૂર કરવા માટે

ત્વચાના ડાઘ દૂર કરવા માટે 1 ચમચી ટૂથપેસ્ટમાં થોડું લીંબુ ઉમેરી તેને ચહેરા પર ફેસપેકની જેમ લગાવી લો. થોડીવાર પછી ચહેરાને સાફ કરી લો. તેનાથી ડાઘ દૂર થઈ જશે.

કરચલીઓ દૂર કરવા માટે

ત્વચા પર જે કરચલીઓ અને નિશાન પડી જાય છે તેને દૂર કરવા માટે ટૂથપેસ્ટમાં પાણી ઉમેરી આ મિશ્રણને તેના પર લગાવો. તેનાથી ત્વચાની સમસ્યા દૂર થઈ જાય છે અને ત્વચા ક્લીયર દેખાશે.

બ્લેકહેડ્સ દૂર કરવા માટે

ટૂથપેસ્ટને બ્લેક અને વાઈટ હેડ્સ હોય ત્યાં 25 મિનિટ સુધી લગાવી રાખો અને હુંફાળા પાણીથી સાફ કરી લો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરવો. ત્વચાની સમસ્યા દૂર થઈ જશે. 

ત્વચાનો રંગ નિખારવા

રંગ નિખારવા માટે ટૂથપેસ્ટમાં લીંબૂનો રસ ઉમેરી અને તેનો ઉપયોગ કરવો. 

કાળા ડાઘ દૂર કરવા

ટૂથપેસ્ટની મદદથી ત્વચા પર જે ડાઘ પડી ગયા હોય છે તેને દૂર કરી શકાય છે. તેના માટે ટૂથપેસ્ટમાં ટામેટાનો રસ ઉમેરી અને લગાડવી.

ચહેરાના વાળથી છૂટકારો મેળવવા

ચહેરા પરના અણગમતા વાળથી છૂટકારો મેળવવા માટે ટૂથપેસ્ટમાં લીંબૂનો રસ, નમક અને ખાંડ ઉમેરી લગાડવું. તેનાથી ચહેરા પર માલિશ કરવી અને 10 મિનિટ સુકાવા દઈ તેને સાફ કરી લેવું.

તૈલીય ત્વચા

જેમની ત્વચા તૈલીય હોય તેઓ આ સમસ્યાને ટૂથપેસ્ટથી દૂર કરી શકે છે. તેના માટે પેસ્ટમાં પાણી અને નમક ઉમેરી દેવું અને રોજ સવારે તેનાથી ચહેરો સાફ કરવો. થોડા જ દિવસોમાં તમને ફરક જોવા મળશે. 

નખની ચમક

નખને ચમકાવવા માટે પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. ટૂથપેસ્ટને ભીના રૂ પર લગાવી અને નખ પર 10 મિનિટ મસાજ કરવી. આ પ્રયોગ સપ્તાહમાં 2 વખત કરવો. 

બળતરાથી રાહત માટે

ત્વચા પર બળતરા થતી હોય તો તેને દૂર કરવા માટે ત્વચાને સાફ કરી અને તે ભાગ પર ટૂથપેસ્ટ લગાવવી. 

દ્વિમુખી વાળથી છૂટકારો

દ્વિમુખી વાળની સમસ્યા હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે 1 ચમચી ટૂથપેસ્ટમાં 1 કેળાની પેસ્ટ ઉમેરી અને તેને ડેમેજ વાળ પર લગાવવું. 25 મિનિટ પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા. આ માસ્કથી ડેમેજ વાળ રીપેર થઈ જશે. 

Tags :