નવજાત બાળકની ત્વચાની સંભાળ લેવા ફોલો કરો આ Tips
નવી દિલ્હી, 25 મે 2019, શનિવાર
નવજાત શિશુની ત્વચા ખૂબ મુલાયમ અને નરમ હોય છે. સામાન્ય રીતે તો જન્મથી દરેક બાળકની ત્વચા સુંદર અને સમસ્યા રહિત જ હોય છે. પરંતુ તેમની ત્વચાનું ધ્યાન જન્મ બાદ રાખવામાં ન આવે તો તેની ત્વચાને નુકસાન થઈ શકે છે. દરેક માતાના મનમાં પ્રશ્ન હોય છે કે નવજાતની સંભાળ લેવા માટે શું કરવું અને શું નહીં. તેવામાં આજે જાણી લો કેટલીક ટીપ્સ વિશે કે જેને ફોલો કરવાથી બાળકની ત્વચામાં કુદરતી સહજતા જળવાઈ રહેશે.
ડાયપર રૈશિસ
સામાન્ય રીતે દરેક બાળકને ડાયપર રૈશિસ થતા હોય છે. નાના બાળકને શરૂઆતના સમયમાં જ્યારે ડાયપર પહેરાવવામાં આવે ત્યારે આ સમસ્યા થાય છે. રૈશિસના કારણે જે તકલીફ થાય છે તેના લીધે બાળક ખૂબ પરેશાન થઈ જાય છે. આ સમસ્યા ન થાય તે માટે શક્ય હોય ત્યાં સુધી બાળકને ડાયપર પહેરાવવું નહીં. આ ઉપરાંત દિવસના દર 5 કલાકે ડાયપર બદલી દેવું ભલે તે ખરાબ થયું ન હોય. જ્યારે પણ ડાયપર બદલો ત્યારે બાળકના શરીરને બરાબર સાફ કરો. ત્વચા પર ક્રીમ કે પાવડર લગાવ્યા બાદ જ ફરીથી કપડા કે ડાયપર પહેરાવવા.
ગરમીથી બાળકને બચાવો
ગરમીમાં મોટા લોકો પણ અકળાઈ જાય છે, તો બાળકને તકલીફ થાય તે સ્વાભાવિક છે. ગરમીના દિવસોમાં બહાર જવાનું થાય તો બાળકને હુંફાળા પાણીથી નવડાવો અને શરીર પર પાવડર લગાવી કપડા પહેરવવા. બગલ, ગરદન જેવા અંગ પર ખાસ પાવડર લગાવવો. આ ઉપરાંત બહાર જાઓ ત્યારે બાળકને સફેદ મુલાયમ કપડાથી બરાબર રીતે કવર કરી લેવું.
તડકાથી રક્ષણ
તડકો બાળકોની ત્વચાને ગંભીર નુકસાન કરે છે. સનબર્ન બાળકોને ન થાય તે માટે જન્મ પછી 6 માસ સુધી બાળકને બહાર તડકામાં લઈ જવું નહીં. બહાર જવાનું થાય તો પણ બાળકને તડકો ન લાગે તે વાતનું ખાસ ધ્યાન રાખવું.