Get The App

રોજ સવારે ચામાં આ વસ્તુ ઉમેરી પીઓ, પેટની દરેક તકલીફ થશે દૂર, વજન પણ ઘટશે

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
રોજ સવારે ચામાં આ વસ્તુ ઉમેરી પીઓ, પેટની દરેક તકલીફ થશે દૂર, વજન પણ ઘટશે 1 - image


Herbal Tea for Stomach: સદીઓથી આદુને પાચનક્રિયાને મજબૂત કરવા, બળતરા ઘટાડવા તેમજ તંદુરસ્ત આરોગ્ય માટે મહત્ત્વનું માનવામાં આવે છે. જો તમે રોજ સવારે આદુવાળી ચા પીવો છો તો તમારા પાચનતંત્ર સહિતની આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને વજન ઘટાડવા માટે આદુવાળી ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે, આ તમારા મેટાબોલિઝ્મને ઝડપી કરે છે, જેથી વજન ઘટાડવામાં મદદરુપ બને છે. 

આ પણ વાંચો: ભારતમાં કેન્સરના દર્દીઓમાં ઝડપી વધારો, સામે આવ્યું મોટું કારણ, ચીન-અમેરિકાએ કર્યું કન્ટ્રોલ

આદુની ચા પ્રાકૃતિક હેલ્થને બૂસ્ટર બનાવે છે

તાજા આદુમાં જિંજરોલ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જે બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતું છે. આ આદુની ચા પ્રાકૃતિક હેલ્થને બૂસ્ટર બનાવે છે.

પાચનક્રિયામાં સુધારો થાય છે

જમ્યા પછી આદુની ચા પીવાથી પાચન ઉત્સેચકો એક્ટિવ બને છે, જેથી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે અને પાચનક્રિયામાં સુધારો થાય છે, જેનાથી આ તમારા માટે દરેક રીતે શ્રેષ્ઠ પીણું છે.

સ્નાયુઓ તેમજ સાંધાનો દુખાવામાં રાહત આપે છે

નિયમિતપણે આદુની ચા પીવાથી બળતરા સામે લડવામાં મદદ મળે છે, જેથી સ્નાયુઓનો દુખાવો, સાંધાનો દુખાવો અને માસિક સ્રાવ દરમિયાન દુખાવો કુદરતી રીતે ઘટાડી શકે છે અને તમારે કોઈ દવા લેવાની જરુરીયાત નહીં રહે.

આ પણ વાંચો: 'દહીં' ખાઈને મારિયા 117 વર્ષ જીવ્યાં, વિજ્ઞાનીઓએ રિસર્ચ કરી તો રસપ્રદ તારણો સામે આવ્યા

આદુની ચાનું સેવન મધ્યમ માત્રામાં કરવું, દિવસમાં એકથી બે કપ 

આદુવાળી ચાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે ઉબકા ઘટાડવામાં મદદ કરે છે, અને કોઈ પણ દવા વગર પ્રાકૃતિક રીતે તમને રાહત મળે છે. આદુની ચા આરોગ્ય માટે સારી છે, પરંતુ તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. દિવસમાં એકથી બે કપ પૂરતું છે, કારણ કે વધુ પડતું પીવાથી એસિડિટી અથવા હાર્ટબર્ન જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે.

Tags :