Lifestyle & Fashion

દિવાળી સફાઈ હેક: પૂજાની થાળી અને ચાંદીની મૂર્તિઓ ચમકાવવા લોટ સાથે અજમાવો આ જાદુઈ નુસખો

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
દિવાળી નજીક આવતા લોકો પૂજાઘરની સફાઈમાં લાગી ગયા છે. કાળી પડેલી ચાંદીની મૂર્તિઓ અને પૂજાની થાળીને ચમકાવવા હવે જ્વેલર્સ પાસે જવાની જરૂર નથી. ઘઉંનો લોટ, કોલગેટ પાઉડર અને પાણીના મિશ્રણથી ઘરે જ સરળતાથી ચાંદીની વસ્તુઓ સાફ કરી શકાય છે. આ પેસ્ટ લગાવી, બ્રશથી હળવા હાથે ઘસી, પાણીથી ધોતા જ મૂર્તિઓ ફરીથી નવી જેવી ચમકી ઉઠશે. આ વાયરલ ટ્રીકથી કેમિકલ વગર ચાંદી સાફ કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી સફાઈ હેક: પૂજાની થાળી અને ચાંદીની મૂર્તિઓ ચમકાવવા લોટ સાથે અજમાવો આ જાદુઈ નુસખો

How To Clean Silver Idols: દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો ઘરની સાફ-સફાઈની સાથે પૂજાઘર અને મંદિરોને પણ ચમકાવવામાં લાગી જાય છે. પૂજામાં રાખેલી ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ અને પૂજાની થાળી લાંબા સમય સુધી મંદિરમાં રાખવાને કારણે ઘણીવાર કાળી પડી જાય છે. આ કાળી પડી ગયેલી ચાંદીની વસ્તુઓને સાફ કરવા માટે ક્યારેક કલાકો મહેનત કરવી પડે છે અથવા તો તેને જ્વેલર્સ પાસે લઈ જવી પડે છે. પરંતુ હવે તમારે મોંઘા ક્લીનર ખરીદવાની કે જ્વેલર્સ પાસે જવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે એક સરળ ઘરેલુ ઉપાય અપનાવીને મૂર્તિઓને ફરીથી નવી જેવી ચમકાવી શકો છો.

ચાંદી સાફ કરવા માટે જરૂરી સામગ્રી

ઘઉંના લોટ અને કોલગેટ પાઉડરની મદદથી ચાંદી સાફ કરવાની આ વાઇરલ ટ્રીક ખૂબ જ અસરકારક છે. આ માટે તમારે માત્ર નીચે મુજબની ત્રણ ચીજોની જરૂર પડશે:

  • 1 થી 2 ચમચી ઘઉંનો લોટ અથવા મેંદો
  • થોડો કોલગેટ પાઉડર
  • જરૂરિયાત મુજબ પાણી

ચાંદીની મૂર્તિઓ ઘરે જ સાફ કરવાની સરળ રીત

સૌપ્રથમ સફાઈ: સૌથી પહેલા ચાંદીની મૂર્તિઓને નરમ અને સૂકા કપડાથી સાફ કરી લો. જો તેના પર ધૂળ જમા થઈ હોય, તો સામાન્ય પાણી અને નરમ કપડાનો ઉપયોગ કરીને તેને લૂછી લો અને તુરંત જ બીજા સૂકા કપડાથી સારી રીતે સુકવી નાખો.

પેસ્ટ તૈયાર કરો: એક વાસણમાં ઘઉંનો લોટ અને કોલગેટ પાઉડર મિક્સ કરો અને તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ધ્યાન રાખો કે આ પેસ્ટ ન તો વધુ ઘટ્ટ હોવી જોઈએ અને ન તો વધુ પાતળી.

મૂર્તિઓ પર પ્રયોગ: આ તૈયાર થયેલું મિશ્રણ ચાંદીની વસ્તુઓ પર લગાવીને હળવા હાથે સાફ કરો. સારી રીતે ઘસ્યા પછી તેના પર થોડો સૂકો કોલગેટ પાઉડર છાંટો.

બ્રશનો ઉપયોગ અને સફાઈ: મૂર્તિઓને વધુ સારી રીતે સાફ કરવા માટે તમે નરમ ટુથબ્રશનો ઉપયોગ કરી શકો છો. ધ્યા રાખો કે બ્રશને પણ મૂર્તિઓ પર એકદમ હળવા હાથે જ ઘસવું.

પાણીથી ધોઈ લો: આ પ્રક્રિયા બાદ મૂર્તિઓને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે જોશો કે તમારી કાળી પડી ગયેલી મૂર્તિઓ ફરીથી ચમકવા લાગશે અને આમાં કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ખાસ નોંધ: જો તમારા ઘરની લક્ષ્મી-ગણેશજીની મૂર્તિઓ પર ઝીણી કોતરણી કરેલી હોય, તો આ રીતે સાફ કરતી વખતે ખાસ સાવધાની રાખવી. મૂર્તિઓ પર પર ખીચ કે નિશાન ન પડે તે માટે તેને એકદમ હળવા હાથે જ સાફ કરવી.