પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 મહત્ત્વપૂર્ણ નિયમો, મિડલ ક્લાસ પર થશે સીધી અસર

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
Middleclass


Seven key changes in September: દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ મોટા ફેરફારો થવાના છે, જેની મધ્યમ વર્ગ પર સીધી અસર પડશે. આ ફેરફારોમાં આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એલપીજી સિલિન્ડર અને એફડીના નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારા માસિક ખર્ચને ખૂબ અસર કરી શકે છે. આ સિવાય સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો પણ કરી શકે છે. ચાલો જાણીએ કે આ પહેલી સપ્ટેમ્બરથી શું બદલાઈ જશે?

1- LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર

એલપીજી સિલિન્ડરની કિંમતમાં દર મહિને ફેરફાર જોવા મળે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને રાંધણ ગેસના ભાવમાં ફેરફાર થતા હોય છે. ક્યારેક કંપનીઓ કિંમતમાં વધારો કરે છે તો ક્યારેક ઘટાડો કરે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજીની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો.

2- ફેક કોલ સંબંધિત નિયમો

પહેલી સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ પર અંકુશ લાવવા ટ્રાઇ(ટેલિકોમ રેગ્યલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા)એ ટેલિકોમ કંપનીઓને ફેક કોલ અને ફેક મેસેજને કન્ટ્રોલ કરવાની સૂચના આપી છે. આ માટે ટ્રાઇએ કડક ગાઇડલાઇન જાહેર કરી છે. ટ્રાઇએ જીયો, એરટેલ, વોડાફોન, આઇડિયા, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઇલ નંબર સીરિઝથી શરુ થતાં ટેલીમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટૅક્નોલૉજી પ્લેટફૉર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ 15000 કર્મીઓની છટણી કર્યા બાદ પણ મુશ્કેલીમાં આ કંપની, હવે ઘણાં પ્લાન્ટ બંધ કરવાની તૈયારીમાં

3- ATF અને CNG-PNGના દરો

એલપીજી સિલિન્ડરની સાથે-સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ કંપનીઓ દર મહિને ફેરફાર કરે છે.

4- ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે

HDFC બૅન્કે યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઇન્ટની મર્યાદા નક્કી કરી છે, આ નિયમ પહેલી સપ્ટેમ્બરથી લાગુ થશે. આ હેઠળ, ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને માત્ર 2,000 પોઇન્ટ્સ મેળવી શકે છે. એચડીએફસી બૅન્ક થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક ચૂકવણી કરવા પર કોઈ પુરસ્કાર આપશે નહીં.

IDFC ફર્સ્ટ બૅન્ક સપ્ટેમ્બર 2024થી ક્રેડિટ કાર્ડ્સ પર ચૂકવવાપાત્ર લઘુત્તમ રકમ ઘટાડશે. ચૂકવણીની તારીખ પણ 18થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત, બૅન્ક પહેલી સપ્ટેમ્બરથી UPI અને અન્ય પ્લેટફૉર્મ પર ચૂકવણી માટે રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં લોકોને અન્ય ચૂકવણી સેવા પ્રોવાઇડરના ક્રેડિટ કાર્ડ પર મળતા રિવોર્ડ પોઇન્ટ સમાન પોઇન્ટ આપશે.

આ પણ વાંચોઃ ઈલોન મસ્કને સૌથી મોટો ઝટકો, 'X' સામે પ્રતિબંધ મૂક્યો આ દેશની કોર્ટે, કંપનીએ કઈ ભૂલ કરી?

5- મોંઘવારી ભથ્થામાં વધારો થશે

કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, જ્યારે 3 ટકાના વધારા પછી તે 53 ટકા થઈ જશે.

6- મફત આધાર અપડેટ

મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી તમે આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જો કે, અગાઉ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી.

7- વિશેષ એફડીમાં રોકાણ સંબંધિત નિયમો

IDBI બેંકે 300 દિવસ, 375 દિવસ અને 444 દિવસની સ્પેશિયલ એફડીની મુદત 30 જૂનથી લંબાવી 30 સપ્ટેમ્બર કરી છે. ઇન્ડિયન બૅન્કે પણ 300 દિવસની સ્પેશિયલ એફડીની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. જ્યારે પંજાબ એન્ડ સિંધ બૅન્કની સ્પેશિયલ એફડી માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. SBI અમૃત કલશ સ્પેશિયલ FD સ્કીમની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. એટલે કે સપ્ટેમ્બર પછી આ FD સ્કીમ્સમાં કોઈ રોકાણ નહીં થાય.


Google NewsGoogle News