Get The App

15000 કર્મીઓની છટણી કર્યા બાદ પણ મુશ્કેલીમાં આ કંપની, હવે ઘણાં પ્લાન્ટ બંધ કરવાની તૈયારીમાં

Updated: Aug 31st, 2024

GS TEAM


Google News
Google News
15000 કર્મીઓની છટણી કર્યા બાદ પણ મુશ્કેલીમાં આ કંપની, હવે ઘણાં પ્લાન્ટ બંધ કરવાની તૈયારીમાં 1 - image


Image: Facebook

Intel: ચિપમેકર કંપની ઈન્ટેલે તાજેતરમાં જ કર્મચારીઓની છટણી કરી છે. હવે છટણી બાદ કંપની પોતાના બિઝનેસને વધારવા માટે ઉપાયોને શોધી રહી છે. રિપોર્ટ્સ અનુસાર કંપની વર્તમાનમાં હાજર પડકારોને ખતમ કરવા માટે રોકાણ બેન્કોની સાથે કામ કરી રહી છે.

છટણી માટે કંપનીએ ચિપ ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ બિઝનેસને અલગ કર્યો છે. તેનાથી કંપનીના સેમિકંડક્ટર બિઝનેસને નુકસાન થઈ રહ્યું છે. કંપનીએ રોકાણકારોના દબાણ અને કાયદેસર તપાસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ મેન્યુફેક્ચરિંગ શાખાથી પ્રોડક્ટ-ડિઝાઈન ઓપરેશનને અલગ કરી દીધું. હવે કંપની એ વાતનું મૂલ્યાંકન કરી રહી છે કે ભવિષ્યમાં તે કઈ ફેક્ટરી અને પ્રોજેક્ટને ખતમ કરી શકે છે.

ઈન્ટેલની વર્તમાન નાણાકીય સ્થિતિ કેવી છે

ઈન્ટેલના નાણાકીય પ્રદર્શનમાં ખૂબ પરિવર્તન આવ્યુ છે. કંપનીએ જણાવ્યું કે વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં 1.61 બિલિયન ડોલરનો નેટ લોસ થયો. નિષ્ણાતોનું માનવું છે કે કંપનીને આગામી વર્ષોમાં પણ નુકસાનનો સામનો કરવો પડશે.

કંપનીના ત્રિમાસિક રિપોર્ટ બાદ ઈન્ટેલના શેરમાં પણ વેચાણ જોવા મળ્યું. ઈન્ટેલના શેરની કિંમતોમાં 26 ટકાથી વધુનો ઘટાડો આવ્યો. આ 50થી વધુ વર્ષોના ખરાબ પ્રદર્શનને દર્શાવે છે. કંપનીએ ઓગસ્ટથી શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે લગભગ 15,000 ની છટણી કરી રહ્યું છે. 2024ના અંત સુધીમાં કંપની મોટાભાગની છટણી કરી દેશે. કંપનીએ છટણીની સાથે ડિવિડન્ડ આપવાનું પણ થોડા સમય માટે સસ્પેન્ડ કરી દીધું છે. 

સપ્ટેમ્બરમાં થશે બોર્ડ મીટિંગ

ઈન્ટેલ સપ્ટેમ્બરમાં બોર્ડની મીટિંગ કરી શકે છે. આ મીટિંગમાં કંપની કોઈ મોટું પગલું લેશે નહીં પરંતુ ભવિષ્ય માટે રણનીતિ નક્કી કરી શકે છે. બોર્ડ મીટિંગના નિર્ણય પર રોકાણકારો અને સરકારી અધિકારીઓની નજર રહેશે.

Tags :