Get The App

પ્રાચીન સમયની આ સ્ત્રીઓએ કર્યા હતા નોખા કામ

Updated: May 18th, 2019

GS TEAM

Google News
Google News
પ્રાચીન સમયની આ સ્ત્રીઓએ કર્યા હતા નોખા કામ 1 - image

આપણે ત્યાં વર્ષોથી મહિલાઓ વિજ્ઞાન ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપતી આવી છે. જો કે આ મહિલા સાયન્ટિસ્ટને કદીએ માન નથી મળ્યું જેની એ હકદાર છે. આજે આપણે એમના વિશે જ વાત કરીએ...


૧. પ્રથમ મહિલા ડૉક્ટરને તમે જાણો છો? પેશનેટના નામના આ ડૉક્ટર ઇજિપ્તના રહેવાસી હતા. તેમણે ૨૬૦૦ ઈસા પૂર્વે સારવાર  ક્ષેત્રમાં કામ શરૂ કર્યું હતું. કહેવાય છે કે એ જમાનામાં એમણે સોથી વધુ દાયણોને ટ્રેનિંગ આપી હતી. 

૨. દુનિયાની પહેલી કેમિસ્ટ એટલે કે રસાયણ શાસ્ત્રી ટાપુતિ-બેલાટેકાલિમ હતી. જેમણે સેન્ટ બનાવ્યું હતું. સાથે જ તરલ પદાર્થોને સાફ કરનારા ડિસિટિલેશન ઉપકરણ પણ બનાવ્યું હતું. આ બધી માહિતી ૧૨૦૦ ઇસાપૂર્વેના બેબિલૉનિયન ટેબલેટમાં મળેલા શિલાલેખમાં મળી હતી. સેન્ટની શોધનો ઉપયોગ તો આપણે આજે પણ કરીએ છીએ પણ શોધકને કદી યાદ નથી કરતાં. 

૩. ૪૦૦ ઇસવી પૂર્વે  કોઈ યુનિવર્સિટીમાં દર્શન શાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનના લેક્ચર આપનારી પ્રથમ મહિલા એલેક્ઝેન્ડ્રિયા કી હાઈપેશિયા હતા. હાઈપેશિયાએ મેથેમેટિક્સના ક્ષેત્રના જાણીતા ગણિતશાસ્ત્રી કહેવાય છે. તેમની હત્યા ઇસાઈના કટ્ટરપંથીઓએ કરી હતી. ઇતિહાસમાં તેમના મૃત્યુનો ઉલ્લેખ છે પણ ઉપલબ્ધિઓનું વર્ણન નથી. 

૪. આવા જ એક મહિલા બ્રિટનના એડા લવલેસ હતા. તેઓ પ્રસિદ્ધ ના થયા પણ તેમને  કોમ્પ્યુટર સાયન્સના પહેલા શોધકર્તા માનવામાં આવે છે. તેમણે ૧૮૪૩માં પહેલીવાર આધુનિક ડિજિટલ કોમ્પ્યુટરનો પહેલો એલગોરિદમ "એનેલેટિકલ એન્જિન" બનાવ્યું હતું. તેમને પ્રથમ પ્રોગ્રામર પણ કહેવાય છે. 

૫. ડીએનએ અણુ સંરચનાની ઓળખ કરીને પહેલીવાર એક્સરે ફોટો કાઢનારા પ્રથમ મહિલા રોજાલિન્ડ ફ્રેંકલિન હતા. તે બ્રિટિશ રસાયણશાસ્ત્રી હતા. આજે ડીએનએ પર ઘણું કામ થઇ રહ્યું છે પરંતુ રોજાલિન્ડ વિશે બહુ ઓછા લોકો જાણે છે.