For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું તમે ટ્રાવેલ કરવાના શોખીન છો, તો સાથે રાખો આ 5 ગેઝેટ, પ્રવાસ કરવાની આવશે મજા

ટ્રાવેલ દરમિયાન મોબાઈલ સિગ્નલ બુસ્ટર, ફ્લાઇટ ફોન હોલ્ડર અને પાવર બેન્ક જેવા ગેજેટ ખુબ જ ઉપયોગી થઈ શકે છે

Updated: Jan 24th, 2023

Article Content Image

હાલના સમયમાં ટ્રાવેલ કરવાનું થાય તો કેટલાક ડિવાઈસ જરૂર સાથે રાખવા પડે છે, જો ડિવાઈસ સાથે ન રાખીએ તો ટ્રાવેલ દરમિયાન મુશ્કેલી સર્જાય છે. ટ્રાવેલ દરમિયાન ગેઝેટ્સ સાથે રાખીએ ત્યારે ગેઝેટ્યનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલું જ નહીં ટ્રાવેલ દરમિયાન કયા ગેઝેટ્સ સાથે લઈ જવા તે પણ એક ટાસ્ક બની જાય છે. ટ્રાવેલ દરમિયાન કયા કયા ગેઝેટ્સ સાથે રાખવા જોઈએ, કયા ગેઝેટ્સ ટ્રાવેલને સરળ બનાવશે તેનું પણ ખુબ ધ્યાન રાખવું પડે છે તો જોઈએ તમને ટ્રાવેલ દરમિયાન કયા 5 ગેઝેટ્સ ઉપયોગી થઈ શકે છે.

Power bank 

ટ્રાવેલ સમયે બેટરી ચિંતા હંમેશા રહેતી હોય છે. પબ્લિક પેલસ પર ચાર્જિંગ કરવું સેફ રહેતું નથી. હરવા ફરવાની જગ્યા પર ચાર્જિંગ માટે સર્કિટ શોધવું  મુશ્કેલ બને છે. પાવરબેન્ક સાથે રાખવાથી  ડિવાઇસ બંધ થવાનો ડર રહેતો નથી.    

Earbuds

તમે એકલા ટ્રાવેલ કરી રહ્યા છો અને ગીતો સાંભળવાના , ફિલ્મો જોવાના શોખીન હોય તો , earbuds ભૂલતા નહીં. earbuds તમારી મુસાફરીને કંટાળાજનક નહીં બનાવે. નોઈસે કેન્સલેશન earbuds, ટ્રાવેલ સમયે આસપાસના ઘોઘાટ પણ દૂર થાય છે.

Mobile Signal Booster

જો કોઈ પણ જગ્યા પર ઇન્ટરનેટ ઓછું આવે તો,' મોબાઈલ સિગ્નલ બુસ્ટર ' નામનું ડિવાઇસ  ડિવાઇસમાં  સિગ્નલને વધારે છે. મોબાઈલ સિગ્નલ બુસ્ટર  માર્કટમાં  રૂ1000 -5000ની રેન્જમાં મળી રહે છે. મોબાઈલ સિગ્નલ બુસ્ટરએના કારણે તમે મુશ્કેલ સમયે અને કોઈ પણ જગ્યા પર તમારા ફમેલી, ફ્રેન્ડને  કોન્ટેક્ટ કરી શકો છો.  

Anti Theft Bag

એન્ટિથેફટ બેગમાં તમારા કિંમતી સામાનને  ચિંતા વગર રાખી શકો છો , કારણકે  બેગમાં રહે ચેન લોક સિસ્ટમથી અન્ય કોઈ વ્યક્તિ બગમાંથી તમારો સામાન કોઈ લઈ શકશે નહીં. એન્ટિથેફટ બેગ માર્કટમાં રૂ. 500 થી 3000ની વચ્ચે મળી રહશે. 

Camera

તમારી ટ્રાવેલની મેમરીને કેપ્ચર કરવા , કેમેરા સાથે લેવાનું ભૂલતા નહીં. ફોનમાં કેમરા હોય છે પરંતુ કેમેરાના ફોટાની ક્વોલિટીની બેસ્ટ હોય છે. 

Flight Phone Holder

તમે ફ્લાઇટ દ્રારા મુસાફરી કરતાં હોય તો  'ફ્લાઇટ ફોન હોલ્ડર ' ખૂબ ઉપયોગી ડિવાઇસ બની શકે છે.  ફોનને  આઈ લેવલ પર રાખી , ફિલ્મ, ઓનલાઈ વિડિયોસ  જોઈ શકો છો કે પછી જરૂરી મીટિંગ પણ એટેન્ડ કરી સકો છો. 

Mini Steamer

જો તમે બિઝનેસ માટે ટ્રાવેલ કરતાં હોય તો, કપડાં ને આયર્ન કરવા માટે મિની સ્ટીમર ઉપયોગી બને છે. 

Gujarat