આ 5 કારણોને લીધે અવૈધ સંબંધ બાંધે છે કપલ્સ
બોલિવૂડ સ્ટાર્સ હોય કે સામાન્ય માણસ, તમે ઘણીવાર જોયું હશે કે કેટલીકવાર લોકો વર્ષો જુનો સંબંધ નિભાવવાને બદલે લાઈફમાં ત્રીજા માણસની જરૂરિયાત ફીલ કરવા લાગે છે. આપણે સૌ જાણીએ છીએ કે સંબંધને ટકાવી રાખવા માટે પ્રેમ અને વિશ્વાસની જરૂર હોય છે. તો પછી એવું શું થાય છે કે માણસને ત્રીજા કોઈની જરૂર લાગવા લાગે. આજે અહીં એવા પાંચ કારણો વિશે વાત કરીશું....
ભૂતકાળ
કોઈ વ્યક્તિ બીજા કોઈ તરફ ત્યારે આકર્ષાય છે જ્યારે એના લગ્ન અનિચ્છાએ થયા હોય. આવામાં સ્ત્રી કે પુરુષ પોતાના પહેલા પ્રેમને નથી ભૂલી શકતા અને પોતાના ભૂતકાળ તરફ ખેંચાણ અનુભવવા લાગે છે.
લગ્નથી કંટાળી ગયા હોય
પાર્ટનર તરફથી મળતાં પ્રેમ કે સમયના અભાવે ઘણીવાર લોકો સંબંધમાં બોર થઇ જાય છે. જેના લીધે જ્યારે બીજી વ્યક્તિ તેમને અટેન્શન આપવા લાગે તો એ તે વ્યક્તિ તરફ ખેંચાવા લાગે છે. જેના લીધે લગ્નેત્તર સંબંધોની શરૂઆત થાય છે.
ભાવનાત્મક એકલતા
કોઈપણ સંબંધની મજબુતાઈ એના ભાવનાત્મક પાસાં પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને સમય નથી આપતો કે પછી પત્ની એની સાથે સરખી રીતે વાત ના કરતી હોય તો એનો અર્થ છે કે સંબંધમાં કોઈ ભાવનાત્મક જોડાણ રહ્યું નથી. આવામાં બીજે અફેયર થાય તે દેખીતુ છે.
બદલો
કેટલાક કિસ્સામાં સ્ત્રીઓ પતિ તરફથી મળતાં અનાદરનો બદલો લેવા અફેયર કરે છે. તે પોતાના પતિને એવું બતાવવા માગે છે કે હંમેશા કોઈને સ્ટ્રેસમાં રાખવાનું કેવું લાગે છે.
જરૂરિયાત
ઘણીવાર લોકો બીજા સાથે અફેયર એટલા માટે કરે છે કે કારણકે એમના પાર્ટનર એમની માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતનની સાથે શારીરિક જરૂરિયાત પર પણ સરખુ ધ્યાન નથી આપતા.