Get The App

ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ

- ડાર્ક નેક કોઇ પણ મહિલાની સુંદરતા છીનવી શકે છે જેને સ્ક્રબિંગ દ્વારા દૂર કરી શકાય છે

- બ્યૂટી પ્રોડ્કસને ભૂલીને ઘરની જ આ વસ્તુઓથી ડોકની ડાર્કનેસ દૂર કરો

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ 1 - image

નવી દિલ્હી, તા. 10 જૂન 2020, બુધવાર 

ચહેરા અને ડોકની ત્વચાનો રંગ ગરમીને કારણે અલગ-અલગ નજર આવે છે. ગરમીઓના દિવસોમાં જ્યારે પરસેવાના કારણથી ડોક પર મેલ જમા થવા લાગે છે, ત્યારે ગળાના ભાગની સ્કિન કાળી પડવા લાગે છે. એવામાં તમે ઉબટન અથવા સ્ક્રબ લગાવીને તેને સાફ કરી શકો છો. 

જાણો, ગંદી અને કાળી ડોક સાફ કરવાના કેટલાક અસરકારક ઘરેલૂ ઉપચાર વિશે. જેને દરરોજ અજમાવીને તમે પોતાની ડોક સાફ અને ગ્લોઇંગ બનાવી શકો છો. આ ઉપચારને સ્કિન પર માત્ર 15 થી 20 મિનિટ સુધી જ લગાવવાનું છે. ત્યારબાદ તેને હળવા હાથે મસાજ કરીને સાફ કરવા પર તમારી સ્કિન ટોનમાં નિખાર આવી જશે.  

બેકિંગ સોડા

ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ 2 - imageબેકિંગ સોડા ગંદકી અને ડેડ સ્કિન હટાવવામાં ખૂબ જ મદદરૂપ હોય છે. લાંબા સમય સુધી તેના ઉપયોગથી તમારી સ્કિનમાં ચમક પણ આવી શકે છે કારણ કે આ સ્કિનની અંદર સુધી પોષણ આપવામાં મદદ કરે છે. આ પેસ્ટ બનાવવા માટે બેકિંગ સોડા અને પર્યાપ્ત પાણી લો. આ પેસ્ટને ડોક પર લગાવો અને સુકવવા દો. એકવાર સમગ્રપણે સુકાઇ ગયા બાદ, ભીની આંગળીઓથી મસાજ કરતા તેને સાફ કરો. ત્યારબાદ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો. જ્યાં સુધી તમને સારું રિઝલ્ટ ન મળે, ત્યાં સુધી આ ઉપચારનો દરરોજ ઉપયોગ કરો. 

​એપ્પલ સાઇડર વિનેગર 

ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ 3 - imageએપ્પલ સાઇડર વિનેગર ત્વચાના PH લેવલને સંતુલિત કરે છે, જે એક પ્રાકૃતિક ચમક આપે છે. આ સાથે જ ડેડ સ્કિનને પણ દૂર કરે છે. એપ્પલ સાઇડર વિનેગરની 2 મોટી ચમચીમાં લગભગ 4 મોટી ચમચી પાણી મિક્સ કરો. ત્યારબાદ રૂની મદદથી ડોક પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. આ પ્રમાણે દર બીજા દિવસે ડોક પર લગાવો. તેને ધોઇ નાંખ્યા બાદ પોતાની સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો. 

ડાર્ક નેક માટે બટાકાનો જ્યૂસ

ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ 4 - imageબટાકામાં બ્લીચિંગ ગુણ હોય છે જે ત્વચાને ટેનિંગ ઘટાડવામાં મદદ કરે છે. જે ડાર્ક પેચને હટાવવામાં પણ મદદ કરે છે. એક બટાકો લો અને તેને છીણી લો. હવે તેને ગાળીને તેના રસને પોતાની ડોક પર લગાવો. ત્યારબાદ તેને હુંફાળા પાણીથી ધોઇ નાંખો. આ ઉપચારને દરરોજ બે વાર અજમાવી શકો છો. 

ડાર્ક નેક માટે દહીં

ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ 5 - imageદહીંમાં પ્રાકૃતિક એન્ઝાઇમ હોય છે, જે લીંબૂની સાથે મિક્સ કરવા પર સ્કિનના ટોનને ઘટાડે છે. આ પેસ્ટ બનાવવા માટે 2 મોટી ચમચી દહીંમાં એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરીને ડોક પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી છોડી દો અને ત્યારબાદ પાણીથી સાફ કરી લો. 

ડાર્ક નેક માટે ઉબટન લગાવો

ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ 6 - imageઉબટનમાં ઉપયોગમાં લેવાતો લોટ ત્વચાને એક્સફોલિયેટ કરવામાં મદદ કરે છે અને અશુદ્ધિઓ દૂર કરીને પોર્સને ટાઇટ કરે છે. તેને બનાવવા માટે એક વાટકીમાં લગભગ 2 મોટી ચમચી બેસન, હળદરની એક ચમચી, અડધી ચમચી લીંબૂનો રસ અને ગુલાબજળ લો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડોક પર લગાવો અને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. સુકાઇ ગયા બાદ તેને હુંફાળા પાણીથી ધોઇ નાંખો. આ ઉબટન તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર લગાવી શકો છો. 

Tags :