Get The App

AC ખરીદવાનું વિચારો છો? તો લેતા પહેલા એકવાર આ માહિતી જરૂર વાંચી લો

Updated: Mar 17th, 2025

GS TEAM


Google News
Google News
AC Buying Guide What is ton in Air Conditioner


AC Buying Guide What is ton in Air Conditioner: ઉનાળો શરૂ થતાં જ એસી, કુલર અને પંખાની માંગ વધી જાય છે. દેશમાં ચાલતા હીટ વેવથી બચવા માટે આપણા ઘરોમાં એસી લગાવવું એ આપણી જરૂરીયાત બની જાય છે. એવામાં યોગ્ય એસીની પસંદગી કરવી મહત્ત્વપૂર્ણ છે. કારણ કે જો તમે ખોટી કેપેસિટીવાળું એસી પસંદ કરો છો, તો કાં તો તે રૂમને યોગ્ય રીતે ઠંડુ કરી શકશે નહીં અથવા તે વીજળીનું બિલ વધારે છે. તેથી 1 ટન અને 1.5 ટન એસી વચ્ચે યોગ્ય પસંદગી કરવી મહત્ત્વપૂર્ણ છે.

એસીની કેપેસિટી શા માટે મહત્ત્વની છે?

જો એસીની કેપેસિટી રૂમ પ્રમાણે પસંદ કરવામાં ન આવે તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો મોટા રૂમમાં ઓછી કેપેસિટીનું એસી લગાવવામાં આવ્યું હોય, તો રૂમ જલ્દી ઠંડો થઈ શકશે નહીં, તેમજ વધુ પડતા લોડના કારણે નુકસાન પણ થઈ શકે છે. જો વધુ કેપેસિટીવાળું એસી નાના રૂમમાં લગાવવામાં આવે તો  જરૂર કરતાં વધુ વીજળીનો વપરાશ કરી શકે છે. એટલા માટે રૂમ પ્રમાણે યોગ્ય ટનનું એસી મેળવવું જરૂરી છે.

1 ટન અને 1.5 ટન AC વચ્ચે શું તફાવત છે?

1 ટનનું એસી પ્રતિ કલાક 12,000 BTU (BTU - બ્રિટિશ થર્મલ યુનિટ્સ)નું કુલિંગ આપે છે. તે 120 ચોરસ ફૂટ સુધીના બેડરૂમ, સ્ટડી રૂમ અથવા ઓફિસ કેબિન જેવા નાના રૂમ માટે બેસ્ટ છે. તેમજ તે ઓછી વીજળી વાપરે છે જેથી બિલ પણ ઓછું આવે છે. જો તમને બજેટ-ફ્રેંડલી અને કોમ્પેક્ટ એસી જોઈએ છે, તો આ યોગ્ય વિકલ્પ હોઈ શકે છે.

1.5 ટન AC: મોટા રૂમ માટે વધુ સારું

1.5 ટનનું એસી 18,000 BTU પ્રતિ કલાકની કૂલિંગ ક્ષમતા આપે છે. તે 150 થી 200 ચોરસ ફૂટના રૂમ માટે યોગ્ય છે, જેમ કે મોટા બેડરૂમ, લિવિંગ રૂમ અથવા ઓફિસ. તે નાના એસી કરતા ઝડપથી અને વધુ અસરકારક રીતે રૂમને ઠંડો કરી શકે છે. જો કે તેનો પાવર વપરાશ વધુ છે, ઇન્વર્ટર ટેક્નોલોજીવાળા મોડલ વીજળી બચાવવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: આ 5 લિપસ્ટિક શેડ્સ ડસ્કી સ્કિન ટોન માટે છે બેસ્ટ, કેઝ્યુઅલ કે ફોર્મલ દરેક પ્રસંગમાં લાગશે સુંદર!

AC ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

રૂમની સાઈઝઃ એસી ખરીદતી વખતે રૂમની સાઈઝને ધ્યાનમાં રાખો જેથી કુલિંગ રહે અને વીજળીનો બગાડ ન થાય.

સ્ટાર રેટિંગ: 5-સ્ટાર રેટિંગવાળા AC ઓછી વીજળી વાપરે છે, પરિણામે વીજળીનું બિલ ઓછું આવે છે.

ઇન્વર્ટર ટેક્નોલોજી: ઇન્વર્ટર એસી પાવર વપરાશને કંટ્રોલ કરીને લાંબા ગાળે બચત કરે છે.

ઉપયોગના કલાકો: જો તમે લાંબા સમય સુધી AC નો ઉપયોગ કરો છો, તો ઊર્જા-કાર્યક્ષમ મોડલ પસંદ કરવાનું ફાયદાકારક રહેશે.

ઇન્સ્ટોલેશન: યોગ્ય ઇન્સ્ટોલેશન હોવું મહત્ત્વપૂર્ણ છે, જેથી એસી સારી રીતે કામ કરે અને પાવરનો વપરાશ ઓછો થાય.

AC ખરીદવાનું વિચારો છો? તો લેતા પહેલા એકવાર આ માહિતી જરૂર વાંચી લો 2 - image

Tags :