આ 5 લિપસ્ટિક શેડ્સ ડસ્કી સ્કિન ટોન માટે છે બેસ્ટ, કેઝ્યુઅલ કે ફોર્મલ દરેક પ્રસંગમાં લાગશે સુંદર!
Lipstick Shades for Dusky Skin Tone: છોકરીઓ ઘણીવાર તેમના ડસ્કી સ્કિન ટોનને લઈને ચિંતિત રહે છે. ખાસ કરીને મેકઅપના નામે તે ચહેરા પર ઘણી બધી પ્રોડક્ટ્સ લગાવીને સ્કિનટોન લાઈટ કરવાનો પ્રયાસ કરે છે. જેના કારણે તેમની સુંદરતા ખરાબ થાય છે. જો ડસ્કી સ્કિન ટોન પર પણ યોગ્ય રીતે મેકઅપ કરવામાં આવે તો તે પામ ખૂબ જ આકર્ષક દેખાય છે. એવામાં પણ ડસ્કી સ્કિન ટોન માટે સૌથી મોટી દુવિધા લિપસ્ટિકનો શેડ પસંદ કરવાની હોય છે. એવામાં એવા 5 લિપસ્ટિક શેડ્સ જોઈશું જે ડસ્કી સ્કિન ટોન માટે બેસ્ટ છે.
1. રોયલ અને ક્લાસી દેખાવ માટે બર્ગન્ડી શેડ
ડસ્કી સ્કિન ટોન માટે લિપસ્ટિકના યોગ્ય શેડ્સ પસંદ કરવાથી તમારા દેખાવને વધુ સુંદર બનાવી શકાય છે. ડીપ ચોકલેટ બ્રાઉન અને મ્યૂટ રોઝ જેવા શેડ્સ તમારો સ્કિન ટોન આકર્ષક બનાવશે.
2. પ્લમ શેડ ડસ્કી ત્વચા માટે બેસ્ટ
જો તમારે થોડો ડાર્ક અને ગ્લેમરસ લુક જોઈતો હોય તો તમારા માટે પ્લમ શેડ બેસ્ટ રહેશે. આ શેડ તમારા સ્કિન ટોનમાં અદભૂત ચમક લાવશે. તમે તેને કોઈપણ ટ્રેડિશનલ અથવા વેસ્ટર્ન આઉટફિટ સાથે મેચ કરી શકો છો.
3. બ્રિક રેડ પરફેક્ટ બ્રાઉનિશ ટચ
જો તમને લાલ લિપસ્ટિક ગમતી હોય પરંતુ ખૂબ જ બ્રાઈટ રેડ શેડ નથી માંગતા, તો તમારા માટે બ્રિક રેડ બેસ્ટ વિકલ્પ છે, જે ડસ્કી સ્કિન ટોન પર સુંદર લાગે છે. આ શેડ માત્ર દિવસે જ નહીં, પણ નાઇટ-આઉટ માટે પણ યોગ્ય રહેશે.
4. ડીપ ચોકલેટ બ્રાઉન વોર્મ અને બોલ્ડ લુક માટે
ડસ્કી સ્કિન ટોન પર ચોકલેટ બ્રાઉન શેડ પણ ખૂબ જ સુંદર લાગે છે. તે તમારા ચહેરાના કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને તમારા સમગ્ર દેખાવ આકર્ષક બનાવે છે. જો તમે ન્યુટ્રલ લુક ઇચ્છો છો, તો ચોક્કસપણે આ ટ્રાય કરો.
5. મ્યૂટેડ રોઝ સટલ અને સોફિસ્ટીકેટેડ લુક માટે
જો તમે ખૂબ જ ડાર્ક અથવા બ્રાઈટ શેડ્સ ટાળવા માંગતા હોવ અને સટલ અને સોફિસ્ટીકેટેડ લુક ઈચ્છો છો, તો તમારા માટે મ્યૂટેડ રોઝ શેડ બેસ્ટ છે. તે રોઝી પિંક અને બ્રાઉનિશ ટોનનું મિશ્રણ છે, જે તમામ પ્રકારના આઉટફિટ્સ અને સ્કિન ટોન પર સરસ લાગે છે.