Get The App

કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે અસહ્ય ઉકળાટ, ગાંધીધામમાં ઝાપટું

- હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

- કંડલા એરપોર્ટ 38.8, કંડલા પોર્ટ 37.7, ભુજમાં 37 અને નલિયામાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે અસહ્ય ઉકળાટ, ગાંધીધામમાં ઝાપટું 1 - image


ભુજ, તા. 25 જૂન 2020, ગુરૂવાર

કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આકરી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ગાંધીધામમાં ઉકળાટભર્યા વાતાવચ્ચે ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના ચાર મથકો પર મહત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ નોંધાઈ હતી. કંડલા (એરપોર્ટ) કેન્દ્ર ૩૮.૮ ડિગ્રી સે સાથે રાજ્યનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું. હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીધામમાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યુ હતું. અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. સવારે ૧૧ વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટુ વરસ્યું હતું. પંદરેક મીનીટ સુધી વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. બીજી તરફ વાતારવણમાં ઠંડક પ્રસરતા લોકોને ઉકળાટથી રાહત મળી હતી. કંડલા પોર્ટમાં તાપમાનનો પારો ૩૭.૭ ડિગ્રીના આંકે સ્થિર રહ્યો હતો. ભુજમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયુ હતું. ભેજનું પ્રમાણ સવારે ૮પ ટકા અને સાંજે ૪૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિ કલાક સરેરાશ ૭ કિ.મી.ની નોંધાઈ હતી ધુપછાંવની સ્થિતિ વચ્ચે બફારો વધતા લોકો પરસેવે રેઝબેબ બન્યા હતા. નલિયામાં મહત્તમ તાપમાન ૩પ.૭ ડિગ્રી સે નોંધાયુ હતું.

Tags :