FOLLOW US

મથલ નવરાત્રી કેમ્પમાં અને હાજીપીરના મેળામાં 90 હજારના બે મોબાઇલ ચોરાયા

Updated: May 24th, 2023


ભુજ: નખત્રાણા તાલુકાના મથલ ગામે નવરાત્રી સેવા કેમ્પમાં ૭ માસ પૂર્વે થયેલ ૫૯,૯૯૦ની કિંમતના મોબાઇલની ચોરી તેમજ હાજીપીરના મેળામાં એક માસ પહેલા થયેલ ૩૦,૫૦૦ની કિંમતના મોબાઇલની ચોરી પોલીસ ચોપડે નોંધાવાઇ છે.

અંજારના ખેડોઇ ગામે રહેતા હરપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ નખત્રાણાના મથલ ગામે નવરાત્રી દરમિયાન સેવા કેમ્પ કરે છે. ગત ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સેવા કેમ્પમાં તેમનો ૫૯,૯૯૦ની કિંમતનો મોબાઇલ ફોન ચાર્જીંગમાં મુક્યો હતો. તેની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. તો, અંજાર ખાતે રહેતા અલ્તાબ અલીમામદ ઉનડએ નરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૬ માર્ચ ૨૦૨૩ના તેઓ હાજીપીર મેળામાં આવ્યા હતા. અને દરગાહની ઓસરીમાં સુતા હતા. ત્યારે કોઇ અજાણ્યો શખ્સ તેમનો રૃપિયા ૩૦,૫૦૦ની કિંમતનો મોબાઇલ ચોરી કરી ગયો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

Gujarat
IPL-2023
Magazines