આધોઇથી માતાનામઢ જતા બે પદયાત્રી ડુબ્યાઃ એકનો બચાવ, એક હજુ લાપતા

ભુજ, શનિવાર
આાધોઇાથી માતાનામઢ પગે ચાલીને જઇ રહેલા બે યુવકો નખત્રાણા તાલુકાના માથલ ગામે આવેલા ડેમમાં નાહવા પડયા હતા. જે પૈકી એકને લોકોએ બચાવી લીધો હતો. જ્યારે એક યુવકની શોધખોળ હાથ ધરાઇ હતી. એનડીઆરએફની ટીમ દ્વારા સાત કલાક સુાધી તપાસ જારી રાખી હતી. તેમ છતાં યુવક ન મળ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છના આાધોઇ ગામે રહેતા છ યુવકો મંગળવારે માતાનામઢ દર્શન કરવા પગ ચાલીને નીકળ્યા હતા. શનિવારે સવારે બાર એક વાગ્યા દરમિયાન નખત્રાણા તાલુકાના માથલ ગામે પહોંચ્યા ત્યારે ચર યુવકો પાછળ રહી ગયા હતા. અને રમેશ કોલી અને દિપક કોલી માથલ ગામે આવેલા ડેમમાં નાહવા ઉતર્યા હતા. દરમિયાન બન્ને જણાઓ ઉંડા પાણીમાં ઉતરી જતાં દિપકને આસપાસાથી પસાર થતા લોકોએ બચાવી લીધો હતો. જ્યારે રમેશ કાળુભાઇ કોલી (ઉ.વ.૧૮)નો કોઇ અતોપતો ન લાગતાં એનડીઆરએફની ટીમની મદદ લેવાઇ હતી. નખત્રાણા પોલીસ ટીમ સૃથળ પર ધસી ગઇ હતી. ડેમમાં બોટ દ્વારા તેમજ સૃથાનિક તરવૈયાઓ દ્વરા શોધખોળ જારી કરાઇ હતી. પરંતુ બપોરના ડેમમાં પડેલો યુવકનો સાંજના સાત વાગ્યા સુાધી અતોપતો લાગ્યો ન હતો.