Kutch

કચ્છ: હાજીપીર રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 શ્રમિકોના ઘટનાસ્થળે કરુણ મોત, 2ને ગંભીર ઈજા

By GS Team
24 Nov 20261 min read
TukuTouch Logo
કચ્છના હાજીપીર રોડ પર મંગળવારે ઢોરા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છ: હાજીપીર રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 શ્રમિકોના ઘટનાસ્થળે કરુણ મોત, 2ને ગંભીર ઈજા

Tractor-Truck Accident Hajipir Road Kutch: કચ્છના હાજીપીર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. મંગળવારે(24 નવેમ્બર) ઢોરા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કરથી ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Gujarat Samachar - 2026-11-24T172805.333.png

મળતી માહિતી મુજબ, હાજીપીર રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતને પગલે અરેરાટી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.