Get The App

કચ્છમાં એક સાથે કોરોનાના ૧૪ કેસનો વિસ્ફોટ

- ભચાઉ તા.માં ૮, અબડાસા તા.માં ૪ તથા માંડવી તાલુકામાં બે કેસ, કોરોનાએ પંજો વિસ્તાર્યો

Updated: May 18th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં એક સાથે કોરોનાના ૧૪ કેસનો વિસ્ફોટ 1 - image

ભુજ, રવિવાર 

લોકડાઉનના અંતિમ દિવસે લોકો વધુ છુટછાટ મળે તેવી આશાએ બેઠા હતા પરંતુ આજે કચ્છમાં એક સાથે ૧૪ કોરોના કેસનો વિસ્ફોટ થતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યું હતું.  ભચાઉ તાલુકામાં ૮, અબડાસા તાલુકામાં ૪ તાથા માંડવી તાલુકામાં ૨ નવા કેસોના ઉમેરા સાથે હવે કચ્છમાં મુંબઈવાસીઓના પ્રતાપે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૯ પહોંચી છે.  કચ્છમાં મુંબઈવાસીઓના પગપેસારા બાદ કોરોના મુક્ત બનેલું ક્ચ્છ ઓરેન્ઝ ઝોનમાંથી નીકળીને હવે ધીમે ધીમે રેડઝોન તરફ ખસી રહ્યું છે. આગામી સમયમાં કોરોના પોઝીટીવનો આંકડો ઔર તેજ ગતિએ વાધે તેવી પુરતી સંભાવના છે. અગાઉના ૧૫ કેસ બાદ આજે નોંધાયેલા ૧૪ કેસ મળીને કુલ ૨૯ કેસ છે જેમાંથી ૨૮ કેસ મુંબઈાથી આવેલા પ્રવાસીઓની દેન છે. જ્યારે આજનો એક કેસ દિલ્લીની હિસ્ટ્રી ધરાવે છે. આ અંગે મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના સામખિયાળીમાં ૪૧ વર્ષીય  તાથા૨૫ વર્ષીય પુરૃષ પોઝીટીવ નીકળ્યા છે તો ખારોઈનો ૨૦ વર્ષીય યુવાન, આાધોઈના ૩૦ વર્ષીય યુવક  તાથા ૪૦ વર્ષીય મહિલા, વોંધનો ૪૫ વર્ષીય પુરૃષ, ધરાણાનો ૫૯નો આડેાધ , જુના કટારીયામાં ૩૩ વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. જ્યારે માંડવીમાં કોડાયના ૩૦ વર્ષીય દિલ્લીથી આવેલા પુરૃષ તેમજ મસ્કાના ૫૯વર્ષીય આાધેડ કોરોનાસંક્રમિત નોંધાયા છે. અબડાસામાં કોઠારામાં ૪૪ તાથા ૪૬ વર્ષીય પુરૃષ તેમજ નલીયામાં ૨૬ વષર્ય યુવતી તેમજ યુવક કોરોનાગ્રસ્ત નીકળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલે આરોગ્ય ખાતા દ્વારા તમામ પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવાની તાથા આરોગ્ય ચકાસણી કરવાની કામગીરી શરૃ કરાઈ છે. 

૨૭૩ શંકાસ્પદ કેસોના રિપોર્ટ આવવાના બાકીઃ૨૪ કલાકમાં નવા ૭૨૫૯ વ્યકિતઓનું સ્ક્રીનીંગ

કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૭૨૫૯ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ ૧૯૩૦૫૪ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.  જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૪૭૧ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૧૪૪ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૭ વ્યકિતનો પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. ૨૭૩ શંકાસ્પદ કેસોના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધીમાં કુલ ૪૧ જેટલા સેમ્પલ રિજેકટ કરવામાં આવ્યા છે, 

કુલ ૧૧૭૫૮ લોકોને કવોરોન્ટાઇન કરાયા

જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૧૭૫૮ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે.છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૨૬ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૧૭૫૮ માંથી ૧૧૩૩૨ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૨૦૪૬૧ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૯૧૨૯ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ૩૦૪ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૧૩૯ શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુધી ૧૨૫ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૩ દર્દી એડમીટેડ છે. જિલ્લામાં કુલ ૨૫૩૧ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં ૬૧૯ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૧૯૩ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૪૨૬ વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે. 

Tags :