Get The App

કચ્છમાં તમાકુ, બીડીના ધૂમ કાળાબજાર પોલીસ અને વહીવટી તંત્રની મીઠી નજર

- લાખો રૃપિયાની વસ્તુઓ બ્લેકમાં વેચાઈ

Updated: May 9th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં તમાકુ, બીડીના ધૂમ કાળાબજાર પોલીસ અને વહીવટી તંત્રની મીઠી નજર 1 - image

ભુજ,શુક્રવાર

કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૩ લોકડાઉન દરમિયાન બીડી,માવા, ગુટકા, તમાકુના વેંચાણ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેને ચાલીસ દિવસાથી વધુનો સમય થયેલ છે. આ સમય ગાળા દરમિયાન માવા, બીડી, ગુટકા, તમાકુમાં ૫થી ૨૦ ગણો વાધારો લઈ ગેરકાયદે વેંચાણ કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુટખાના રૃ.૫ના બદલે રૃ.૩૦, તમાકુના રૃ.૧૦ના બદલે રૃ.૭૫, પાનમસાલાના રૃ.૧૭ના બદલે રૃ.૬૦, બીડી રૃ.૨૦ના બદલે રૃ.૧૨૦ ના ભાવે વેચાઈ થઈ રહ્યું છે. જગજાહેર આ વ્યવસાયમાં લોકડાઉનના ધજાગરા ઉડાડવામાં આવે છે. આ આખા ષડયંત્રમાં કયાંક વહીવટી તંત્ર અને પોલીસની મીઠી નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આ વ્યવસાયમાં સૌથી ખરાબ હાલત તો ત્યાં જોવા મળી રહી છે જયાં બેકારીના કારણે શિક્ષિત બેકારો, નાના માણસો તાથા બાળકો પણ તાત્કાલીક કમાઈ લેવાની લાલચમાં આ કાળા બજારીયા અને અસામાજીક તત્વો દ્વારા તેમનો પણ ઉપયોગ કરવામાં આવે છે .જેવી રીતે દારૃ બનાવવો અને વેંચાણનું કામ બુટલેગરો દ્વારા કરવામાં આવતુ નાથી પણ આવા નાના માણસો મારફતે કરાવવામાં આવે છે. અને જયારે દારૃ પકડાય ત્યારે મોટી મગરમચ્છો બુટલેગરો પકડાવાના બદલે નાના માણસો પકડાય અને દંડ ભરે જેલ જાય તેવી જ હાલત અત્યારે પાન બીડી ગુટકાના કિસ્સામાં જોવા મળે છે. લાખોનો માલ બ્લેકમાં વેંચાય તેના તરફ તંત્ર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવે છે અને નાના માણસો ઉપર કેસ કરી માત્ર કાગળ પર વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. ભવિષ્યમાં આ લોકડાઉનની માઠી અસરમાં શિક્ષિત બેકારો નાના માણસો આવા અનૈતિક ધંધામાં ન ધકેલાઈ જાય તે અંગે વિચારવુ જરૃરી છે. આમ, છેલ્લા ૪૫ દિવસમાં કોઈ પણ માણસે ગુટકા માવા બીડી કે તમાકુનો વ્યસન છોડેલ નાથી. ઉઘાડી લુંટ અને કાળા બજારીયાઓ ભોગ બનેલ છે જે નરી વાસ્તવિકતા સામે પગલા ભરવા કોંગ્રી અગ્રણી ભરતભાઈ ઠકકરે પણ પગલા ભરવા માંગ કરી છે.

ગાંધીધામમાં તમાકુના પગલે આધેડની હત્યા થઈ હતી

નાના મોટા વેપારીઓ લાલચમાં આ ધંધામાં કાળી કમાણી કરી લે છે. આમ, આવા સંજોગોમાં બીડી તમાકુ ગુટકાના વ્યસનીઓ આવા લોકોના શિકાર થાય છે. આવા કાળા બજાર અને ઉઘાડી લુંટના કારણે ઘણી જગ્યાએ માનવ વાધ, ખુન તાથા મારામારીના ગુનાઓમાં વાધારો થઈ રહ્યો છે. અને વહીવટી તંત્ર તાથા ઉચ્ચાિધકારીઓ મુકપ્રેક્ષક બની જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીધામમાં તમાકુ મામલે હત્યાનો બનાવ બન્યો હતો. સંજય નામના યુવાનના પિતાની હત્યા કરી નાખવામાં આવી હતી. આાધેડનો દુકાન હોવાથી હત્યારા દ્વારા તમાકુ માંગવામાં આવી હતી જેની ના પડાતા હત્યારાએ મૃતકના ખિસ્સા ફંફોડવા માંડયો હતો. જેની સંજયે ના પાડી હતી પરિણામે ઉશ્કેરાયેલા યુવાને ઘરે જઈ તિક્ષણ હાથીયાર લાવીને સંજયના પિતાની હત્યા કરી નાખી હતી.

પોલીસને પણ દારૃ કરતા હવે તમાકુ પકડવામાં વધુ રસ!

પોલીસ પણ હવે દારૃ, જુગાર કે અન્ય ધંધાઓનો પર્દાફાશ કરવાને બદલે તમાકુ,બીડી, ગુટખા પકડવામાં વધુ વ્યસ્ત બની છે જો કે, તેવા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાતા ન હોવાથી આશ્ચર્ય થાય છે. કયાંક કયાંક પોલીસ દ્વારા તમાકુ વેંચનારને દંડવા કરતા તેની પાસેાથી વસ્તુઓ પડાવી લઈ બારોબાર વહેવાર કરી નાખવામાં આવે છે. ગુટખાના વેંચાણ પર પ્રતિબંધ હોવા છતા અંદરખાને આવી ચીજવસ્તુઓનો વેપલો થઈ રહ્યો છે.

Tags :