Get The App

ટ્રાન્સપોર્ટના વ્યવસાયને બચાવવા માટે વેરાનો વધારો તાત્કાલિક પરત ખેંચો

- ડિઝલના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટરો-ટ્રક માલીકો ચિંતામાં

- કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે કોઈ વિશેષ પેકેજ જાહેર નહીં કરાય તો અનેક ગાડીઓના પૈડા થંભી જશે

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
ટ્રાન્સપોર્ટના વ્યવસાયને બચાવવા માટે વેરાનો વધારો તાત્કાલિક પરત ખેંચો 1 - image

ભુજ,શનિવાર

દેશ ધીરે ધીરે અનલોકની દિશામાં આગળ વાધી રહ્યો છે.તેમ તેમ ડીઝલના ભાવ પણ રોજરોજ વાધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ ૩.૫૦ રૃપિયાનો વાધારો થયો છે. તેમ તેમ ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલીકોની ચીંતામાં વાધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ ૨૦ લાખ કરોડના પેકેજમાં ટ્રાન્સપોર્ટ સેકટરના નામનો કયાંય ઉલ્લેખ પણ જોવા મળ્યો નાથી.

આ અંગે ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા જણાવાયુ હતુ કે, દેશમાં લોકડાઉન દરમીયાન ટ્રાન્સપોર્ટને ચાલુ રાખવામાં આવ્યુ હતુ. એ સમય દરમીયાન રોડ પર કે કયાંય પણ હોટલ કે ધાબા પણ ચાલુ ન હોતા ત્યારે પણ ડ્રાઈવરોએ ભુખ તરસ વેઠીને પણ જીવન જરૃરી ચીજોનું સપ્લાય ચાલુ રાખી હતી. પરંતુ એ દરમીયાન જયારે ફ્રુડ ઓઈલનો બેરલનો ભાવ ઘટી રહ્યો હતો. તે દરમીયાન કેન્દ્ર સરકારે ૧૩ માર્ચે ડીઝલ પર ૩ રૃપીયા અને ફરી પાછો ૫ જુને ડીઝલ પર ૧૩ રૃપીયા પ્રતી લીટર વાધારો કર્યો જે અત્યારે અસહ્ય બની રહ્યો છે.અત્યારની પરીસૃથીતી એ છે કે, કેન્દ્ર સરકાર તાત્કાલીક ધોરણે ટ્રાન્સપોર્ટ ઉાધોગ વીશે વીચારે  અને જે ટેકસમાં વાધારો કર્યો છે એ પરત લે ને તો પણ કાંઈક રાહત મળે.

ટ્રાન્સપોર્ટ ઉાધોગની મુશ્કેલીમાં ખરે ખરો વાધારો હવે થશે એક બાજુ રોજબરોજ વાધતા ડીઝલનો ભાવ વાધારો બીજી બાજુ લેબર પોતાના વતનમાં પરત ચાલી જતા લોડીંગ અનલોડીંગમાં લેબર ચાર્જમાં લગભગ ડબલ વાધારો ચોમાસાની સીઝનમાં માલ સામાનની હેરફેર ઓછી થશે અને ગાડીઓ ના હપ્તા ચાલુ થશે. ભાડા ઘટશે મુશ્કેલી ઉપર મુશ્કેલી રાહત કોઈ નહીં.  ટ્રાન્સપોર્ટ સેકટરમાં ચાલતી ચર્ચા મુજબ હવે ગાડીઓના ટાયર કયારે થંભી જશે એ નકકી ના કહી શકાય. સરકાર આ દીશામાં કોઈ પગલા નહીં લે તો આ સેકટરાથી સંકળાયેલ ૨૦ કરોડ લોકો બેરોજગારીના ભરડામાં આવી જશે એ ચોકકસ છે.

Tags :