માધાપરની મહિલા, કોટડા મઢના વૃદ્ધે કોરોનાને મ્હાત કર્યો
- કુલ છ પોઝિટિવ પૈકી ત્રણ સાજા થયા, એકનું મોત અને હજૂ બે દર્દી સારવારમાં
- યુવતીએ હોસ્પિટલ અને આરોગ્યકર્મીઓ પ્રત્યે લાગણી વ્યકત કરતો પત્ર લખ્યો
ભુજ,શનિવાર
ભુજની જનરલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ ભુજની પરિણીત યુવતી અને કોટડા મઢના વૃધૃધ સાજા થઈ જતા બંને દર્દીઓને આજે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પીટલમાંથી રજા લેતી વખતે માધાપરની યુવતી એકદમ ભાવુક થઈ ગઈ હતી. તેમજ બાધાનો આભાર માનતો એક પત્ર પણ લખ્યો હતો.
કચ્છમાં કોરોનાનો ભોગ બનેલા દર્દીઓ પૈકી માધાપરની ક્રિષ્ના પાર્ક સોસાયટીની ૨૭ વર્ષિય પરિણિત યુવતી નીધી સોની (માધાપરના વૃદ્ધના પુત્રવધુ) અને કોટડા મઢના ૬૨ વર્ષિય અબ્દ્રેમાન રાયમાએ કોરોનાને મ્હાત કરતા આજે સાંજે બંને દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
આ વેળાએ માધાપરની પરિણીત યુવતી આનંદ સાથે એકદમ ભાવુક થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે, તેના સાસુ - સસરાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. સાસુને પાંચ દિવસ પહેલા રજા આપી દેવામાં આવી હતી. જો કે સસરાનું મોત નિપજયુ હતુ. દરમિયાન યુવતીને આ અંગેની જાણ કરવામાં આવી ન હતી. બીજીતરફ, હોસ્પીટલમાંથી સાજા થઈ રજા મળતા તેણે હોસ્પીટલ અને આરોગ્યકર્મીઓ પ્રત્યે લાગણી વ્યકત કરતો પત્ર પણ લખ્યો હતો. કોટડા મઢના ૬૨ વર્ષિય અબ્દ્રેમાન રાયમાને પણ હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પીટલના સિવિલ સર્જન ડો.કશ્યપ બુચ સહિતના સ્ટાફે તાળી પાડી તેમનું અભિવાદન કર્યુ હતુ. રાયમાને હજુ બે ત્રણ મહિના સાવચેતી રાખવા જણાવાયુ છે.
કચ્છમાં કોરોનાની સિૃથતિ પર નજર કરીએ તો કુલ છ દર્દીઓ પોઝિટિવ હતા. જેમાંથી માધાપરના વૃદ્ધનું મોત નિપજ્યું છે. જ્યારે તેમના પત્ની અને પુત્રવધુ તેમજ કોટઢા મઢના વૃદ્ધ એમ ત્રણ દર્દીઓને રજા આપી દેવાઈ છે. જ્યારે હવે બે દર્દીઓ સારવાર હેઠળ છે.
યુવતીએ પત્ર દ્વારા વ્યક્ત કરેલી લાગણી
thank you all of you for supporting and give a good caring courage
બાધાનો ખુબ ખુબ આભાર..બાધાએ બહુ જ સારી રીતે રાખવા એક એક વાતનું ધ્યાન રાખ્યુ. સતત અમારા માટે હાજર રહ્યા અને અમને આ બિમારીમાંથી મુકત કરાવ્યા. અમે જે કાંઈ કહ્યુ એ અમારા માટે હાજર કરવુ, આવુ તો ઘરે પણ ન મળે. થેંન્ક યુ. પેલા કરિશ્મા મેડમે (સાઈકીયાટ્રીસ્ટ) બહુ જ કરીને હિંમત આપી અને જુસ્સો વાધાર્યો. એનાથી મેન્ટલી અને ફિઝીકલી અફેકટ થયા. બાધાએ ખુબ જ મદદ કરી.નર્સ, સિસ્ટર્સ, બ્રાધર્સ, ડોકટર્સ, બાધાનો પુરા દિલાથી આભાર માનુ છું.
જય હિંદ, વંદે માતરમ. again thank you
all staff is very nice hearted બાધા જ બહુ મસ્ત રીતે વાતો કરતા હતા. બાધા બહુ જ કહેતા રડ નઈ..રડ નઈ..તને ૨ દિવસમાં અહિંથી ભગાડવી જ છે, એ સાચુ પડયુ. બાધાના આશિર્વાદ અને હોપ. થેંક યુ. ડાયેટીશીયન તમે અમારા માટે જમવાનું, શરબત, ઉકાળા, નાસ્તા, ફ્રુટ બાધાની બહુ જ સારી જવાબદારી નિભાવી. અમને કોલ કર્યા, બાધાનો ઉપકાર કયારેય લાઈફ ટાઈમ નહિં ભુલીએ. થેંક યુ you all r god for us બસ અમારામાં થોડા પેશન્સ જરૃર હોય છે. બસ જલ્દીથી હવે તમે મારા પાપાજીને સાજા કરીને ઘરે મોકલી આપો. કોઈ રહી ગયા હોય તો સોરી..અગેઈન થેન્ક યુ ઓલ.