કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત રહેતા જનજીવન પર અસર વર્તાઈ
- બપોરના ચામડી દઝાડે તેવા આકરા તાપની અનુભૂતિ
- ભુજમાં ૪૧.૫, કંડલા (એ) ૪૦.૭, કંડલા પોર્ટમાં ૩૮.૧ અને નલિયામાં ૩૫.૪ ડિગ્રી
ભુજ, શનિવાર
કચ્છમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ યાથાવત રહેવા પામ્યું છે. ભુજમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી સે. નોંધાયું હતું. ગઈકાલની તુલાનાએ એક ડીગ્રી જેટલો વાધારો થયો છે. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં તાપમાનનો પારો ૪૦.૭ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૮.૧ ડીગ્રી અને નલિયામાં ૩૫.૪ ડિગ્રી સે. ના આંકે સિૃથર રહેવા પામ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભુજ અને કંડલા (એ) માથકો પર ગરમીનો પારો ૪૪ થી ૪૨ ડિગ્રીની આસપાસ રહ્યો છે. જિલ્લામાથક ભુજમાં એક ડિગ્રીના વાધારા સાથે ૪૧.૫ ડિગ્રીના આંકે પારો સિૃથર રહ્યો હતો. બપોરના સમયે ચામડી દઝાડે તેવા આકરા તાપનો અનુભવ લોકોએ કર્યો હતો. બપોરના સમયે લુનો પ્રભાવ જારી રહ્યો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ સવારે ૬૭ ટકા જેટલું ઉચું રહેતા ઉકળાટ અનુભવાયો હતો. સાંજે ૧૬ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ ૬ કિમીની અને દિશા ઉત્તર-પશ્ચિમની રહી હતી. ં કંડલા (એ)માં મહત્તમ તાપમાનમાં વાધારો થઈને ૪૦.૭ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૮.૧ ડિગ્રી અને નલીયામાં ૩૫.૪ ડિગ્રી સે. નોંધાયું છે.