Get The App

કચ્છના ખેડૂતોને હલકી ગુણવતાવાળું ખાતર પધરાવી આચરાતી ગેરરિતી

Updated: Aug 2nd, 2024

GS TEAM


Google News
Google News
કચ્છના ખેડૂતોને હલકી ગુણવતાવાળું ખાતર પધરાવી આચરાતી ગેરરિતી 1 - image


ભારતીય કિસાન સંઘ કચ્છની બેઠક મળી

સામાન્ય વરસાદમાં મોટાભાગના ફીડરોમાં ફોલ્ટ સર્જાતા વાડી વિસ્તારમાં થાય છે અંધારપટ્ટ, ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી

ભુજ: કચ્છના પશ્વિમ વિભાગમાં વાવણીલાયક વરસાદ થઈ ચુકયો છે જયારે પૂર્વમાં હજુ વાવણીલાયક વરસાદ થયો નથી. તે વચ્ચે રાસાયણિક ખાતરની બહુ તંગી છે અને હાલમાં પાકને નાઈટ્રોજન ફોસ્ફરસ ખુબ જરૂર છે પરંતુ તેની સાથે હલકી ગુણવતાવાળું ખાતર આપવામાં આવે છે તેવી રજુઆત આજરોજ ભારતીય કિસાન સંઘ કચ્છની બેઠકમાં ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

ભારતીય કિસાન સંઘના કચ્છના પ્રમુખ શીવજીભાઈ બરાડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રાસાયણિક ખાતર મામલે ખેડૂતો સાથે છેતરપીંડી થયાની રજુઆત કરાઈ હતી. વધુમાં,  પીજીવીસીએલ દ્વારા ખેડૂતોએ લાંબા સમય થી નવા કનેક્શન એસ્ટીમેટ ભરેલા પૈસા ભરેલા હોવા છતાં વીજ કનેકશન આપવામાં આવતા નથી. હાલે ખેડૂતો ની ટીસી બળી જાય છે, દસ દિવસ સુધી બદલાવવામાં આવતા નથી થોડોક વરસાદ કારણે મોટા ભાગના ફીડરો ફોલ્ટમા હોય છે જેના કારણે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પશ્વિમ કચ્છ માટે બેલીક કેનાલોની આજ દિવસ સુધી વહીવટી મંજુરી આપવામાં આવી નથી.  હાલે કરછ જિલ્લામાં વધારા અડધો એમ એફ પાણી કામો ચાલું છે પણ ખેડૂતો નો પાક જમીન ને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે છતાંય વળતરની કોઈ ગાઈડલાઈન નક્કી નથી. વિવિધ પ્રશ્રોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ પ્રમુખે જણાવ્યું હતું.

 ખેડૂતો નાની નાની સબસિડી સરકાર જાહેરાતો કરી ખેડૂતો ને લોલીપોપ આપવામાં આવે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને  ખેતરે ખેતરે પાણીની જરૂર છે તેવું જણાવાયું હતું. પ્રદેશ ઉપપ્રમુખ શામજીભાઈ મયાત્રા ગાંધીનગર સંગઠન દ્વારા થતી રજૂઆત ઓની માહિતી આપી હતી. સંગઠન ની રીતી નીતી આગળ વધવા આહવાન કર્યું હતું.  આર એસ માંથી કચ્છ સૌરાષ્ટ્ર પ્રાતના સદભાવના સંયોજક ત્રિકમભાઈ છાંગા માર્ગદર્શન આપતા જણાવ્યું કે સંગઠન મજબૂત બનાવવા માટે તમામ ગામડા સુધી પહોંચવાનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ખેડૂતો આગેવાનો, સંઘના હોદેદારો સહિતનાઓ હાજર રહ્યા હતા.

Tags :