રાષ્ટ્રીય પક્ષી મોરના મોત મામલે પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનું સુચક મૌન
- પક્ષ બદલાતા અંદરની આત્મા પણ બદલાઈ ગઈ!
- ભુજમાં શોક સભા યોજીને મોરના મૃત્યુ બદલ હત્યાનો ગુનો નોંધવા અને મંજૂરી આપનારા સામે પગલા લેવાની માંગ કરનારા પૂર્વ ધારાસભ્યને પ્રજાના સવાલ
ભુજ,મંગળવાર
રાષ્ટ્રીય પક્ષી મોરના કચ્છમાં સમયાંતરે થઇ રહેલા મૃત્યુ અંગે ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનાં સૂચક મૌનના કારણે પક્ષી પ્રેમી લોકોમાં નારાજગી સાથે રોષ ભભૂકી રહ્યો છે. રાજકીય પક્ષોની આંતરિક ખેંચતાણમાં અને આક્ષેપ પ્રતિ આક્ષેપમાં મુંગા પક્ષીનો ખો નીકળી રહ્યો હોવાથી, આગામી સમયમાં મોર વિલુપ્ત જાતિમાં આવી જશે તેવી આશંકા પક્ષી પ્રેમીઓ સેવી રહ્યા છે.
ખાનગી કંપનીઓની કિાથત બેદરકારીના કારણે અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે પર્યાવરણ પ્રેમી અને પક્ષી પ્રેમીઓમા ખૂબ જ રોષ ફેલાઇ રહ્યો છે. આ અંગે એક પર્યાવરણ પ્રેમી એ જણાવ્યું હતું કે, આ વિસ્તારના જે તે સમયના ધારાસભ્ય દ્વારા ઘણા સમય પહેલા મોરના મોત બદલ પગલાં લેવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમો આપવાની જાહેરાત કરીને, રાષ્ટ્રીય પક્ષી મોરના બચાવ માટે આગળ આવ્યા હતા. અને જિલ્લા કક્ષાએ એક શોકસભા યોજીને મોરના મૃત્યુ બદલ તેને હત્યામાં ગુનો નોંધીને જવાબદાર ખાનગી કંપનીઓ કે પવનચક્કીની મંજૂરી આપનારાઓ સામે પગલા લેવા માંગણી પણ કરવામાં આવી હતી. અને રાષ્ટ્રીય પક્ષી કચ્છમાંથી વિલુપ્ત ન થઈ જાય તે માટે ની આશંકા પણ વ્યક્ત કરીને જવાબદાર કંપની, વનતંત્ર, મંજૂરી આપનારાઓ સામે ફોજદારી ગુનો નોંધવાની પણ એમના દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં એક પર્યાવરણ પ્રેમીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તે વખતે પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય હતા, પણ વિપક્ષના ધારાસભ્ય હોવાથી તેમની રજૂઆતો પ્રત્યે અવગણના કરીને તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવતી ન હતી. પણ હવે જ્યારે તેઓ પોતાના ચૂંટાયેલા પક્ષમાંથી રાજીનામું આપીને સતાપક્ષ માં જોડાયા છે, ત્યારે તેઓ આ બાબતે રજૂઆત કરે તો તેમની રજુઆતોને વહીવટ અને સરકાર બંને સાંભળશે.
ધારાસભ્ય તરીકે ચૂંટાયાના પ્રાથમ દિવસાથી જ કચ્છના પર્યાવરણ અને વન સંપદા પ્રત્યે દયા ભાવના રાખવા માટે પ્રદ્યુમનસિંહએ ખાનગી કંપનીઓની ઘોર બેદરકારીના કારણે મોર ના મૃત્યુ થયા તે બદલ તે વખતે આ બાબતને દુઃખદ અને નિંદનીય ઘટના ગણાવીને કલેકટરને આવેદનપત્ર આપીને રાષ્ટ્રીય પક્ષી મોરને રાષ્ટ્રીય સન્માન સાથે દફનવિિધનો આશ્ચર્યજનક કાર્યક્રમ તાથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે હવે મોરના થઈ રહેલા મોત સામે તેઓ શા માટે મૌન ધારણ કરીને બેસી ગયા છે. એક સમયે મોરના મૃત્યુ બદલ રસ્તા પર ઉભા રહીને ફોન કરીને લોકોમાં જાણીતા બનેલા પૂર્વ ધારાસભ્ય આ વખતે ચૂપ થઈ જતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.