અબડાસાના ભાજપના ઉમેદવારને મુખ્યમંત્રીનું નામ પણ યાદ રહેતું નથી

- મુખ્યમંત્રી એટલા નબળાં છે કે...

- 'વિકાસના કામો કર્યા છે, છતાં સાચી-ખોટી વાત કરાશે તો મિડિયા ઉપર કેસ ઠોકીશ'- નખત્રાણાની સભામાં ધમકીભર્યા ભાષણનો વિડીયો વાઇરલ થયો

ભુજ,શનિવાર

કચ્છના નખત્રાણા ખાતે શુક્રવારે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં, અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહેલા ભાષણનો એક કથિત વિડિયો સોશ્યિલ મિડિયામાં વાઈરલ થયો છે. જેમાં, પ્રધ્યુનસિંહ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બદલે સી.આર.પાટીલને ગણાવી રહ્યા છે. એટલું જ નહિં, ખોટી સાચી થશે તો મિડીયા પર કેસ ઠોકી દેવાની પણ ધમકી આપી હતી. વિડીયો વાઈરલ થતાં લોકોમાં એવી ચર્ચા અને રમૂજ થઈ રહી છે કે, મુખ્યમંત્રી એટલા નબળા છે કે અબડાસાના ધારાસભ્ય હતાં તેવા ભાજપના ઉમેદવારને જ મુખ્યમંત્રીનું નામ પણ યાદ નથી.

આગામી વિાધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. ત્રણેય પક્ષો બેઠકો, રેલી અને સભાઓ યોજી રહ્યા છે. ત્યારે, શુક્રવારે નખત્રાણા ખાતે ભાજપ દ્વારા એક ચૂંટણી સભાનું આયોજન કરાયુ હતુ. જેમાં, અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાની જીભ લપસી હતી. તેમણે ભાષણમાં કહ્યુ હતુ કે, તેમને મિડિયાના મિત્રોએ વિકાસના કામો અંગે પૂછ્યુ હતુ, જેમાં પોતે કરેલા વિકાસ અંગે જણાવી દીધુ છે તેમ છતા જો કોઈ ખોટી સાચી કરશે તો હું કેસ ઠોકી દઈશ, તેમ કહીને મિડિયાને ધમકી પણ આપી દીધી હતી. એટલું જ નહિં, સરકારના ગુણગાન ગાવામાં તેઓ એટલા મસ્ત બની ગયા કે, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ નહિં પરંતુ સીઆર પાટીલના નામનો ઉલ્લેખ કર્યો હતો.  ભાજપના આ ઉમેદવારની ધમકી અને મુખ્યમંત્રીના નામમાં ભાંગરો વાટતો વિડીયો આજે સોશ્યિલ મિડિયામાં ભારે વાયરલ થયો હતો. 

અબડાસા બેઠકના ભાજપના ઉમેદવારે ભાંગરો વાટયો તેનો વીડિયો વાયરલ થતાં લોકોમાં અનેક પ્રકારની કોમેન્ટસ થઈ રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલાં નબળાં છે કે, તેમના જ પક્ષના ધારાસભ્ય અને ઉમેદવાર છે તેને પણ તેમનંી નામ યાદ નાથી. એવી પણ હળવાશભરી લોકચર્ચા છે કે, ડબલ એન્જિન ગણાવાતી સરકારના મુખ્યમંત્રીનું નામ તેમના જ ધારાસભ્ય કમ ઉમેદવારને યાદ ન હોય તો ડબલ એન્જિનમાંથી એક એન્જિન ખરેખર દેખાવનું છે કે ખરેખર પક્ષ કે પ્રજા માટે દોડી રહ્યું છે કે હાંફી રહ્યું છે?

City News

Sports

RECENT NEWS