mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કચ્છમાં કરચોરીઃ અઠવાડિયામાં છ બોગસ પેઢીઓ ઝડપી લેવાઈ

- જીએસટી તંત્ર દ્વારા વ્યાપક દરોડામાં ચોંકાવનારી વિગતો

- આગામી દિવસોમાં બોગસ પેઢીઓની સંખ્યામાં તથા કરચોરીનાં આંકડામાં હજુ ઘણો ઉછાળો આવવાની શક્યતા

Updated: May 25th, 2023

કચ્છમાં કરચોરીઃ અઠવાડિયામાં છ બોગસ પેઢીઓ ઝડપી લેવાઈ 1 - image

ભુજ,બુધવાર

ગુજરાતભરમાં જીએસટી તંત્ર દ્વારા બોગસ પેઢીઓ અને કરચોરી શોધવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ચેકિંગના પ્રાથમ સપ્તાહમાં જ સૌરાષ્ટ્ર- કચ્છમાંથી ૫૦ જેટલી બોગસ પેઢીઓ જીએસટી વિભાગે શોધી કાઢી છે. કચ્છમાંથી એક સપ્તાહ દરમિયાન ૬ જેટલી બોગસ પેઢીઓ ઝડપાઈ છે. આગામી દિવસોમાં વધુ બોગસ પેઢીઓ પકડાય તેવી શકયતા છે.

જીએસટી કાયદો બન્યા બાદ થોડા સમયમાં જ અનેક બોગસ બિલીંગ કૌભાંડે સ્ટેટ જીએસટી તંત્રને ભરડો લઇ લીધો છે અને છેલ્લા કેટલાક સમયાથી બોગસ દસ્તાવેજોનાં આાધારે પેઢીઓ બનાવી કૌભાંડકારોએ કરોડો રૃપિયાનો ચુનો સરકારને ચોપડી દીધો છે. ત્યારે આ બોગસ બિલીંગનાં દુષણને ડામવા માટે છેલ્લા એક સપ્તાહાથી રાજયભરમાં જીએસટી તંત્ર દ્વારા બોગસ પેઢીઓ અને કરચોરી શોધવા માટે વ્યાપક દરોડાનો દૌર શરૃ કરવામાં આવેલ છે. બે માસ સુાધી ચાલનારી આ ચેકીંગ ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી જ ૫૦થી વાધુ બોગસ પેઢીઓ તંત્રની ચેકીંગ ટીમોએ ઝડપી લીધી છે.  રાજકોટ જીએસટી વિભાગ ૧૦-૧૧ અને ૧૨માં જ તંત્રએ જારી કરેલી બોગસ પેઢીઓની પ્રાથમ યાદીમાં ૩૦૦ જેટલી ખોટી પેઢીઓ આઇડેન્ટીફાય કરી હતી. જે પૈકી એક સપ્તાહની તપાસ દરમ્યાન જ રાજકોટ જામનગર અને કચ્છ જિલ્લામાંથી ૫૦ જેટલા બોગસ પેઢીઓ જીએસટી વિભાગે શોધી કાઢી છે અને જામનગરમાં જ ચાર બોગસ પેઢીઓમાંથી રૃા. ૪.૫૦ કરોડની કરચોરી ઝડપી લઇ વેરાથી વસુલાત કરી હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી અનુસાર વિભાગ-૧૨માં કચ્છ જિલ્લામાંથી એક સપ્તાહ દરમ્યાન ૬ જેટલી બોગસ પેઢીઓ ઝડપી લેવાઇ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જીએસટી તંત્રએ પ્રાથમ યાદીમાં એક હજાર જેટલી બોગસ પેઢીઓ રાજયભરમાં આઇડેન્ટીફાય કરી હતી જેમાં હજુ તપાસો ચાલી રહી છે અને આગામી દિવસોમાં બોગસ પેઢીઓની સંખ્યામાં તાથા કરચોરીનાં આંકડામાં હજુ ઘણો વાધારો થવાની પૂરી શકયતા છે.

 

Gujarat