મુંબઈના લોકોને ક્વોરન્ટાઈન સેન્ટર સુધી લઈ જનારા એસટી બસના ડ્રાઈવરોની સલામતી કોરાણે મુકાઈ
- ૧૨૦૦થી વધુ લોકો સ્પેશિયલ ટ્રેન દ્વારા કચ્છમાં આવી પહોંચ્યા
ભુજ, શુક્રવાર
મુંબઈાથી બીજી સ્પેશિયલ ટ્રેન કચ્છ આવી પહોંચતા આવેલા તમામ મુસાફરોને ભુજ તાથા તાલુકાના નજીકના સેન્ટરોમાં ક્વોરન્ટાઈન કરાયા છે. આ તમામ લોકોને આ સેન્ટરો સુાધી લઈ જવામાં એસટીની વ્યવસૃથા કરાઈ હતી . જો કે બસના ડ્રાઈવરોની સલામતી માટે તંત્રએ કોઈ સુવિાધા ન આપતા ડ્રાઈવરોમાં ભારે કચવાટ સાથે નારાજગી જોવા મળી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ મુંબઈાથી ભુજ લવાયેલા ૧૨૦૦થી વધુ લોકોને ભુજમાં કચ્છ યુનિવર્સિટીની બોયસ તાથા ગર્લ્સ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે થોડા લોકોને ગડા આસપાસના સંસૃથાકીય સેન્ટરમાં લઈ જવાયા છે. કલેક્ટરની ગાઈડલાઈન મુજબ તમામને ૭ દિવસ સંસૃથાકીય ક્વોરન્ટાઈન રહેવું પડશે જ્યારે બાકીના ૭ દિવસ ઘરે પસાર કરવા પડશે. જો કે આ મુસાફરોને લઈ જવા માટે સવારાથી એસટી બસને રેલવે સ્ટેશન પર તૈનાત રખાઈ હતી. પરંતુ તેના ડ્રાઈવરોને કોરોના મહામારીથી બચાવવા તંત્રના જવાબદારોએ કોઈ જ માસ્ક, સેનીટાઈઝર કે પીપીઈ કીટ આપી ન હતી. અન્ય રાજ્યાથી આવતા લોકો હાલના તબક્કે અત્યંત જોખમી છે ત્યારે તેઓને સંસૃથાકીય ક્વોરેન્ટાઈન સેન્ટર સુાધી લઈ જવું ડ્રાઈવરો માટે જોખમાથી કમ નાથી ત્યારે તેઓને આ સિૃથતીમાં પીપીઈ કીટ આપવી જરૃરી બની જાય છે. તંત્રની અવગણના થકી નારાજ ડ્રાઈવરોને પોતાની સુરક્ષા માટે જાતે જ વ્યવસૃથા કરવાની ફરજ પડી હતી. સલામતીના પગલા ભરવામાં ખુદ સરકારના ઉચ્ચ બાબુઓ જ બેદરકારી દાખવતા હોવાથી ભારે રોષ ઉભો થયો હતો.