કચ્છમાં ઉનાળા જેવો ઉકળાટ, રાપરમાં રાત્રે બે ઈંચ વરસાદ
- લઘુતમ તાપમાન ઘટતા રાત્રે ગરમીમાં રાહત
- નખત્રાણામાં ગુરૃવારે સવારે હળવું ઝાપટું વરસ્યું
ભુજ, ગુરૃવાર
કચ્છમાં તાપમાનના પારામાં સામાન્ય વાધઘટ રહેવા પામી છે. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી જેટલો વાધારો થઈને ૩૯.૧ ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ માથક બન્યું હતું. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં ૩૮.૫ ડિગ્રી, ભુજમાં ૩૭ ડિગ્રી અને નલિયામાં ૩૫ ડિગ્રી સે. ના આંકે પારો સિૃથર રહ્યો હતો. બુાધવારની રાત્રે રાપરમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. નખત્રાણામાં ગુરૃવારની સવારે હળવું ઝાપટું વરસ્યું હતું. કંડલા પોર્ટમાં ગરમીનો પારો ફરી ઉપર ચડીને ૩૯.૧ ડિગ્રીએ પહોંચી જતાં ગાંધીધામ, આદિપુર વિસ્તારમાં આકરો તાપની સાથે અસહૃ ઉકળાટની અનુભૂતિ લોકોએ કરી હતી. કંડલા (એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી નોંધાયું છે. જિલ્લામાથક ભુજમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી નોંધાયું હતું. સવારે વાદળછાયો માહોલ રહ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૯ ટકા અને સાંજે ૪૯ ટકા નોંધાયું હતું.
કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા?
૫ જુલાઇ : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, તાપી, જુનાગઢ.
૬ જુલાઇ : વલસાડ, નવસારી, દમણ, વડોદરા, સુરત, ભરૃચ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર.
૭ જુલાઇ : વડોદરા, ભરૃચ, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, કચ્છ.