રેડઝોન મુંબઈથી ટ્રેનમાં બેસીને ૯૦૦ જેટલા લોકો કચ્છમાં આવી પહોચ્યા!
- ગાંધીધામ રેલવે સ્ટેશને તમામનું મેડિકલ ચેકઅપ કરાયું
- રાજકીય લાભ ખાટવા માટે મોટો આંકડો બતાવવામાં આવ્યો હતો કે પછી કંઈ ગરબડ ચાલી રહી છે?
ગાંધીધામ, તા.ર૦
રેડઝોન મુંબઈાથી ટ્રેનમાં ગઈકાલે રવાના થયેલા ૯૦૦ લોકો આજે કચ્છમાં પહોંચી ગયા છે. ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે તમામ મુસાફરોને એક સાથે ઉતારવામાં આવ્યા હતા. અહી તમામનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જો કે ગઈકાલે રાજકીય લોકોએ ૧ર૦૦ લોકો આવી રહ્યા હોવાનો આંકડો જાહેર કર્યો હતો, પરંતુ તંત્રએ સત્તાવાર રીતે ૯૦૦ લોકો જ આવ્યા હોવાનું જણાવ્યું છે. ત્યારે રાજકીય લાભ ખાટવા માટે મોટો આંકડો બતાવવામાં આવ્યો હતો કે પછી કંઈ ગરબડ ચાલી રહી છે? તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે.
રાપરના કોંગ્રેસના ધારાસભ્યએ ગઈકાલે મુંબઈ ખાતેાથી ટ્રેનને લીલીઝંડી આપીને રવાના કરાવવામાં આવી હતી. આ ટ્રેન આજે કચ્છમાં ગાંધીધામ ખાતે પહોંચી હતી. અહી તમામ મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા. તેમજ બાધાનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ૬૦૦ પુખ્ત વયના અને ૩૦૦ જેટલા બાળકો મળીને કુલ ૯૦૦ લોકો ટ્રેનમાં આવ્યા છે. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકોને અંજાર નજીકના શિણાય અને ભુજ ખાતે નિયમ મુજબ સાત દિવસ સુાધી સરકારી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દરમિયાન તમામ લોકોનું નિયમીત મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. અલબત ગઈકાલે મુંબઈાથી આવી રહેલી આ ટ્રેનમાં ૧ર૦૦ લોકોને પોતાના માદરે વતન લાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો હતો. પરંતુ તંત્રએ આજે ૯૦૦ જેટલા લોકો જ આવ્યા હોવાનું જણાવ્યું છે. ત્યારે રાજકીય જશ ખાટવા આંકડો મોટો બતાવાયો હતો કે પછી કંઈ ગરબડ છે? તેવું લોકોમાં પુછાઈ રહ્યું છે.