Get The App

નભમાં ગ્રહોની સ્થિતિ જોતા મે માસમાં વૈશ્વિક મહામારીનો અંત થવાની ધારણા

- આજે અખાત્રીજના દિવસે નભમંડળમાં ગ્રહોની જુગલબંધી અને ત્રિપુટી રચાશે

- ચંદ્ર-શુક્રની યુતિના કારણે માનવીય સંબંધો વધુ મજબૂત બનશે

Updated: Apr 26th, 2020

GS TEAM

Google News
Google News
નભમાં ગ્રહોની સ્થિતિ જોતા મે માસમાં વૈશ્વિક મહામારીનો અંત થવાની ધારણા 1 - image

ભુજ, શનિવાર

આવતીકાલે અખાત્રીજ સદીઓ બાદ ભારતીયો પોતપોતાના ઘરમાં ઉજવણી કરશે. આ દિવસે પ્રાથમવાર ભગવાનના મંદિરો બંધ હશે. આ દિવસે નભમંડળમાં ગ્રહોની ત્રિપુટી અને જુગલબંધી રચાશે. પ્રાથમવાર અખાત્રીજના દિવસે પાંચ પાંચ ગ્રહો ઉચ્ચના અને સ્વગ્રહી હશે. ગ્રહોની આ જુગલબંધી કોવિડ-૧૯ મહામારીને હરાવવા સફળ થશે.

અક્ષય તૃતિયાના થનારી ગ્રહોની જુગલબંધી અંગે વધુ વિગતો આપતા જ્યોતિષ નિષ્ણાંતો જણાવે છે કે, ૩૦મી માર્ચના ગુરૃના રાશિ પરિવર્તન થવા છતાં કોરોનાની મહામારી નબળી પડવાના બદલે વધુ સક્રિય થઈ ૧૩મી એપ્રિલના આરોગ્યનો કારકસૂર્ય ઉચ્ચનો થવા છતાં આ મહામારી નબળી ન પડી, રાહુાથી ગુરૃ અલગ થતા અને રાહુને કંટ્રોલ કરવા માટે કોઈ ગ્રહની દ્દષ્ટિ ન હોવાથી રાહુનું અશુભત્વ ફેલાતા ૩૦ માર્ચ બાદ આ વૈશ્વિક મહામારી વધુ ગંભીર બની ગઈ. અક્ષય તૃતિયાના દિવસે શુક્ર-ચંદ્ર, સૂર્ય-બુાધ અને શનિ-મંગળ-ગુરૃની જુગલબંધી આવનારા દિવસોમાં કોરોનામાંથી રાહત આપશે. ભારત વર્ષની ૧પ ઓગષ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રિની જન્મકુંડળી અને અક્ષય તૃતિયાના દિવસની ગ્રહોની સિૃથતિ જોતા એવું કહી શકાય કે ચંદ્ર-શુક્રના સંબંધો યુતિને કારણે આગામી દિવસોમાં માનવીય સંબંધો વધુ મજબુત થશે. માણસાઈની સુવાસ જોવા મળશે.

ભારત દેશની જન્મકુંડળી પૂર્ણ કાલસર્પવાળી કુંડળી છે આજ કુંડલીમાં અક્ષય તૃતિયાને દિવસે ચંદ્ર-શુક્ર બન્ને ઉચ્ચના અને સ્વગ્રહી થઈ રોહિણી નક્ષત્રમાં હોવાથી તે માનવીય સંબંધો વધુ મજબુત બનાવશે. ગોચરના શનિ મંગળ ગુરૃ જન્મકુંડળીના લગ્નેશ રાશિિધપતિ, સુમેરૃ પર દ્દષ્ટિ કરશે. વૃષભ લગ્નભા શનિ યોગકારક હોવાથી આ મહામારીને હરાવવામાં મદદ કરશે. શનિ શશયોગ, મંગળ રૃચકયોગ, શુક્ર દ્વારા માલવ્ય યોગ ભારત વર્ષની કુંડલીમાં થવાથી આવનારા દિવસો ભારત માટે ખૂબ જ સારા હશે. મે માસમાં આ વૈશ્વિક મહામારીનો અંત થશે એમ લાગે છે.

 આગામી દિવસોમાં ૧૧મી મેના શનિ વકી થશે ૧૩ મેના ુશક્ર વકી થશે અને ૧૪મેના ગુરૃ વકી થશે. પ્લુટો આજાથી એટલે રપ એપ્રિલાથી વકી થશે. આ મકર રાશિમાં ગુરૃ, શનિ, પ્લુટો વકી થવાથી અને શુક્ર વૃષભ રાશિમાં વકી થવાથી આ બિમારીનો અંત ૧પ મી મે આસપાસ થવાની શક્યતા છે. આ કોરોનાની મહામારી ર૧મી સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ દુનિયામાંથી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. વર્તમાન પરિસિૃથતિમાં સોનુ જવેરાત ન ખરીદાય તો કાંઈ નહીં ઘરમાં બેસી ઈષ્ટદેવનું પુજન-પ્રાર્થના, દિવ્યાંગો ગરીબ શ્રમિકોને દાન કરવાથી અનેકઘણુ નાશ ન પામે એવું પુણ્ય મળે છે. ૧૩૦ કરોડ ભારતીયો આ પવિત્ર દિવસે કરેલી પ્રાર્થના-દાનનું ફળ મળશે. રમઝાન માસ હોવાથી અલ્લાહની બંદગી અને દાન કરવાથી આ મહામારીનો અંત આવશે જ.

Tags :