કચ્છમાં ખેડૂતોને બિયારણ ઉપલબ્ધ કરાવવામાં બીજ નિગમ નિષ્ફળ ગયું
- ચોમાસા પહેલા બિયારણની વ્યવસ્થા કરવાની હોવા છતા
- ખેડૂતોને ફરજીયાત ખાનગી વિક્રેતાઓ પાસેથી મોંઘુ અને હલકી ગુણવતાવાળુ બિયારણ ખરીદવાની પડી રહેલી ફરજ
ભુજ,બુધવાર
ગુજરાત રાજય બીજ નિગમ લી. દ્વારા ચોમાસાની સીઝન પહેલા દીવેલા તાથા અન્ય બિયારણ ઉપલબૃધ કરાવાનો હોય છે. જેમાં દિવેલાના થેલી દીઠ રૃ.૧૬૦ સબસીડી આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાત રાજય બીજ નિગમ લી.ખેડૂતોને સમયસર તાજા બિયારણ ઉપલબૃધ કરાવવામાં નિષ્ફળ ગયેલ છે. સામાન્ય રીતે ચોમાસુ ૨૦ જુનાથી શરૃ થતુ હોય છે તેના પહેલા વિવિાધ સહકારી સંસૃથાઓને બિયારણનો જથૃથો પહોંચાડવાનો હોય છે.
બીજ નિગમ તાથા ગુજકોમાસોલ અમદાવાદના અિધકારીઓ સાથે આ બાબતે વાત કરતા તેમણે ૧૫ જુલાઈ બાદ બિયારણ મળી શકે તેમ છે તેમ જણાવેલ. દર વર્ષે મોડુ અને પુરતુ બિયારણ ન મળવાની ખેડુતોની ફરિયાદો મળે છે. કચ્છના ખેડૂતોને ફરજીયાત પ્રાઈવેટમાંથી મોંઘુ અને વર્ષો વર્ષ ગુણવતાના પ્રશ્રો સાથે બિયારણ ખરીદવુ પડે છે. હાલમાં ખેતી મોંઘી બની છે. ખેતપેદાશોના ભાવ ખેડૂતોને પુરતા મળતા નાથી. પરિણામે, ખેડૂતો માનસિક હતાશામાં આવીને આિાર્થક સંકળામણના કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે, ખેડૂતોના હિતમાં ગુજરાત રાજય બીજ નિગમ લી. હસ્તક બિયારણ ઉપલબૃધ કરાવવુ જોઈએ.