રાપર, લખપત, અબડાસા, નખત્રાણા પંથકમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા
- દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા સાયકલોનીક સર્ક્યુલેશન
- ચોમાસુ પાક મગ, કોરડ, બાજરી, કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો
ભુજ,શનિવાર
દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે કચ્છના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાપર સહિત વાગડના ગ્રામ્ય વિસ્તારોમાં અડાધાથી એક ઈંચ તેમજ લખપત, અબડાસા, નખત્રાણા પંથકમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે ભારે ઝાપટા વરસ્યા હતા. ભુજમાં સાંજના સાત વાગ્યા બાદ વાતાવરણ પલટા હતું અને ગાજવીજ થતા લોકોએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે વાગડ વિસ્તારમાં છેલ્લા બે દિવસાથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સાંજે પાંચ વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદના ઝાટપા પડયા હતા. રાપર શહેરમાં અંદાજે અડાધા ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. જેાથી શહેરના મુખ્ય માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. રાપર ઉપરાંત સણવા, માખેલ, ભીમાસર, ફતેહગઢ, કલ્યાણપર, સલારી, નિલપર, ખેંગારપર, આડેસર સહિતના ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા પડયા હતા. વાગડ વિસ્તારમાં અડાધાથી એક ઈંચ વરસાદ થતા ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવેલ મગ, કોરડ, બાજરી, કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.
અબડાસાના નાની-મોટી ધુફી, હમીરપર, તેરા, બીટા, ગોયલા, મોખરા, નલિયામાં જોરદાર વરસાદનું આગમન થયું છે. નખત્રાણાના નેત્રા, વાલકા, રવાપર, આણંદપર(યક્ષ), ટોડીયા, નાગવીરી, ઘડાણી, નવાવાસ, લીફરી, આમારા, જીયાપર, મંગવાણા સહિતના થયું હતું. લખપતના દયાપરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. માંડવી તાલુકાના દહીંસરા, રામપર-વેકરા, વાડાસરમાં ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગ દ્વારા કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લા માથક ભુજના સાંજના સાત વાગ્યા બાદ વીજળીના કડાકા ભડાકા થયા હતા. કેટલાક ધંધાર્થીઓએ દુકાન વહેલી બંધ કરી ઘર તરફ પ્રયાણ કર્યું હતું.