રાપરના ટગા ગામના પૂર્વ સરપંચની ઘાતકી હત્યા
- જમીન મામલે પંદરેક લોકો દ્વારા હત્યા નિપજાવાઈ
- હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો રબારી સમાજનો ઈન્કાર
ભુજ, ગુરૃવાર
વાગડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યાના બનાવોને ઉપરાછપરી અંજામ આપવામાં આવતા હોય તેમ વધુ એક હત્યાનો બનાવ બન્યો છે.રાપર તાલુકાના ટગા ગામે આાધેડ વયના પૂર્વ સરપંચની ઘાતકી હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી છે. જમીન મામલે હતભાગીનું ઢીમ ઢાળી દેવાયું હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. બનાવને પગલે આડેસર પોલીસ સહિત ભચાઉ વિભાગના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સૃથળે દોડી ગયો હતો
ટગાના સરપંચપતિ વલીમામદભાઈએ આપેલી વિગતો મુજબ પૂર્વ સરપંચ સન્નાભાઈ રબારી (ઉ.વ. પપ)ની હત્યા કરાઈ હતી. તેઓ પોતાના ટ્રેકટરાથી ખેતરે જતા હતા. ત્યારે ગામની સીમમાં ઢીમ ઢાળી દેવાયુ હતું બનાવ સંદર્ભે આડેસર પીએસઆઈ એ.પી. જાડેજાનો સંપર્ક સાધતા તેમણે હત્યાની ઘટનાને સમાર્થન આપ્યું હતું. સુત્રોનું માનીએ તો હત્યા પાછળ જમીનનો મામલો કારણ ભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. હત્યા ૧પાથી ર૦ લોકોના ટોળા દ્વારા ઘાતકી રીતે કરાઈ હતી. ઘટના બાદ પોલીસ હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો. જયાં મોટી સંખ્યામાં ઉમટેલા રબારી સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારનો ઈનકાર કર્યો હતો. અને હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરી તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે.