Get The App

રાપર અને ભચાઉ પંથકમાં તીડ ત્રાટક્યા, પ૦ મીટર ઘેરાવો ધરાવતા રપથી ૩૦ ઝુંડ દેખાયા

- સર્વે અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરી

- બંને તાલુકાના ૧રથી વધુ ગામો અસરગ્રસ્ત : તીડના ઝુંડ પવનની સાથે ઉત્તર દિશા તરફ રણપ્રદેશમાં જઈ રહ્યા છે - ખેતીવાડી વિભાગ

Updated: Jun 7th, 2020

GS TEAM

Google News
Google News
રાપર અને ભચાઉ પંથકમાં તીડ ત્રાટક્યા, પ૦ મીટર ઘેરાવો ધરાવતા રપથી ૩૦ ઝુંડ દેખાયા 1 - image

ભચાઉ, તા.૬

ભચાઉ તાલુકામાં ગઈકાલે વાદળ જેટલું મોટુ તીડનું એક ઝુંડ ગઈકાલે દેખાયા બાદ આજે વધુ ગામડાઓમાં રણતીડના ઝુંડ દેખાયા હતા. રાપર અને ભચાઉ તાલુકાના ૧રાથી વધુ ગામોમાં તીડ ત્રાટક્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખેતીવાડી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ બંને તાલુકામાં અત્યારે તીડના રપાથી ૩૦ જેટલા ઝુંડ હોવાનું નોંધાયું છે. કચ્છમાં રણતીડના આક્રમણના પગલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. તેમજ સર્વે અને દવાના છંટકાવ સહિતની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે.

ભચાઉ તાલુકાના કંથકોટ, તોરણીયા, વામકા, રામવાવ, નરા સહિતના ગામોમાં તેમજ રાપર તાલુકાના વણોઈ, ખેંગારપર, સુવઈ, વજેપર, રામવાવ સહિતના વિસ્તારમાં તીડના ઝુંડ જોવા મળ્યા છે. થોડા દિવસોથી એક તરફ વાવાઝોડાની અસર બીજી તરફ કોરોનાનો કહેર અને હવે રણતીડના આક્રમણના પગલે ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કચ્છના બંને તાલુકામાં તીડ દેખાયા હોવાનો ગ્રામસેવકો દ્વારા પ્રાથમિક સર્વે કરાયા બાદ તીડ નિયંત્રણ વિભાગ અને ખેતીવાડી તંત્રના અિધકારીઓ દ્વારા સંયુક્ત મુલાકાતો લેવામાં આવી રહી છે. કોઈપણ ગામમાં રાત્રિના સમયે તીડનું ઝુંડ રોકાણ કરે તો તાત્કાલિક સંબંિધત તંત્રને જાણ કરવા કિસાન સંઘ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. જેાથી કરીને તંત્ર દ્વારા રાત્રિના સમયે દવાનો છંટકાવ કરીને તીડનો નાશ કરી શકાય. તીડ સામાન્ય રીતે દિવસે ઉડતા રહે છે તાથા રાત્રે વિરામ કરતા હોય છે.

જિલ્લા ખેતીવાડી અિધકારી સિંહોરાના જણાવ્યા અનુસાર કંથકોટ, રામવાવ સહિતના વિસ્તારોમાં ગઈકાલે રાત્રે અને આજે સવારે જોવા મળેલા તીડ બપોર બાદ દેખાયા નાથી. તીડના આ ઝુંડ બેલા અને લોદ્રાણી તરફ એટલે કે ઉત્તર દિશા તરફ જતા રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. તીડનો નાશ કરવા માટે તંત્ર દ્વારા અત્યાર સુાધીમાં પ૦ હેક્ટર જેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાપરના સાતેક અને ભચાઉના પાંચેક ગામોમાં રણતીડ દેખાયા હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. કચ્છમાં આશરે રપાથી ૩૦ જેટલા ઝુંડ દેખાયા છે. એક ઝુંડનો ઘેરાવો આશરે પ૦ મીટર જેટલો હોય છે. કચ્છમાં દેખાતા ટોળા હજુ બહુ નાના છે. તેમજ અત્યાર ખેતરોમાં ખાસ કોઈ પાક ન હોવાથી ખેડૂતોને હાલ પુરતી કોઈ નુકસાની નાથી.

Tags :