Get The App

પદ્ધર ગામ નજીક બે એકર સરકારી જમીન પર થઈ ગયેલા પાકા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું

- ત્રણ વખત નોટીસો આપવા છતા દબાણો ખાલી ન કરાતા આખરે તંત્ર

- કચ્છમાં અન્યત્ર ખાનગી એકમોની આસપાસ પણ પાકા દબાણો સામે કાર્યવાહી થવી જરૃરી

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
પદ્ધર ગામ નજીક બે એકર સરકારી જમીન પર થઈ ગયેલા પાકા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું 1 - image

ભુજ, શુક્રવાર

કચ્છમાં ભુમાફિયાઓ દ્વારા સરકારી જમીનને છોડવામાં આવી નાથી. ઠેકઠેકાણે આવી જમીન પર દબાણ કરવામાં આવેલ હોવાની રજુઆતો તંત્ર સમક્ષ કરવામાં આવતી રહે છે. ત્યારે ભુજ તાલુકાના પધૃધર નજીક ખાનગી કંપની સામે બે અઢી એકર સરકારી જમીનમાં પાકા દબાણો કરી ઓરડીઓ બનાવીને તેના દ્વારા કમાણી કરાતી હોવાની રજુઆતો બાદ આખરે આજે વહીવટી તંત્ર દ્વારા ભુમાફિયાઓ સામે લાલ આંખ કરીને પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

ભુજ-ભચાઉ હાઈવે પર પધૃધર ગામ નજીક ખાનગી કંપની સામે અઢી એકર સરકારી જમીનમાં પાકી ઓરડીઓ બનાવીને ખાનગી એકમમાં કામ કરતા પરપ્રાંતીય મજુરોને ભાડે આપવામાં આવી હતી. સરકારી જમીનમાં દબાણ કરાયેલ હોવાથી આ અંગેની રજુઆતો વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી હતી. જેના પગલે આજે પ્રાંત અિધકારી મનીષ ગુરવાણી, મામલતદાર, સર્કલ ઓફિસર, પીજીવીસીએલ અને પોલીસની હાજરીમાં અંદાજીત ૬૦ જેટલી પાકી ઓરડીઓને તોડી પાડવામાં આવી હતી. 

લોકડાઉનના પગલે મોટાભાગના કામદારો વતન ગયા હોવાથી હાલમાં અહિં જુજ સંખ્યામાં મજુરો રહેતા હતા તેઓને દબાણો દુર કરવા અંગેની કાર્યવાહીથી અવગત કરી દેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ કંપનીના લેબર કોન્ટ્રાકટર સાથે વાત કરીને રહેવાની વ્યવસૃથા કરાઈ હતી. ૧૧ હજાર ચોરસ મીટર અંદાજે બેાથી અઢી એકર જમીનમાં ૬૦-૭૦ ઓરડીઓના પાકા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાંત અિધકારીએ જણાવ્યુ હતુ કે, સરકારી જમીન પર દબાણની પ્રવૃતિ ચલાવી લેવામાં આવશે નહિં. આ જગ્યાએ દબાણો થયેલ હોવાની રજુઆત બાદ આખરે કાર્યવાહી કરાઈ હતી.

એક ઓરડીના ભાડા પેટે ચાર હજાર વસુલાતા હતા

આ અંગે પ્રાંત અિધકારીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અંદાજે બેાથી અઢી એકર સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યુ હતુ. આ જમીન પર પાકી ઓરડીઓ બનાવવામાં આવી હતી. જે પરપ્રાંતિય કામદારોને ભાડે આપવામાં આવી હતી. એક ઓરડીના ભાડા પેટે ચાર હજાર રૃપિયા ડાયાભાઈ નામના વ્યકિત દ્વારા વસુલ કરવામાં આવતા હતા. આ દબાણ કેટલા વ્યકિતઓ દ્વારા અને કોના દ્વારા કરવામાં આવ્યુ છે તે અંગે તપાસ કરાશે. 

દબાણકારો કોણ? પોલીસ કાર્યવાહી થાય તેવી માંગ

છેલ્લા કેટલાક વર્ષોથી આ સરકારી જગ્યા પર પાકી ઓરડીઓ બનાવીને પાકા દબાણો કરવામાં આવ્યા હતા. અને કામદારો પાસે ૪ હજાર ભાડુ પણ વસુલ કરાતો હતો. પ્રાથમિક તપાસમાં ડાયાભાઈ નામનો વ્યકિત વ્યવહાર કરતો હતો. ત્યારે, આ ૬૦/૭૦ ઓરડીઓ કોના દ્વારા બનાવાઈ હતી. કેટલા ભાગીદાર છે અને કોના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ. આ અંગે તપાસ કરીને પોલીસ કાર્યવાહી થાય તેવી સૃથાનિકોએ માંગ કરી હતી.


Tags :