પરપ્રાંતીય મજુરો પાછા ન આવે ત્યાં સુધી કચ્છના ઉધોગો ધમધમશે નહિં
- લોકડાઉન ખુલી જાય તો પણ સ્થિતી ચિંતાજનક હશે
- કચ્છમાંથી મોટાભાગના પરપ્રાંતીય કામદારો વતન ચાલ્યા ગયા અને બાકી બચ્યા તે પણ અહિં રહેવા માંગતા નથી
ભુજ,રવિવાર
વૈશ્વિક મહામારીના પગલે જાહેર કરાયેલા લોકડાઉનની અવળી અસર નાના મોટા તમામ ધંધાથી માંડીને મોટા મોટા ઉાધોગો સુાધી પડી છે. કચ્છમાં ભુકંપ બાદ જાહેર કરાયેલા ટેકસ હોલીડેનો લાભ ખાટવા માટે હજારોની સંખ્યા નાના મોટા એકમોનું કચ્છમાં આગમન થયુ. વર્તમાન સમયમાં પણ મોટી સંખ્યામાં કંપનીના પ્લાન્ટો ધમાધમી રહ્યા છે. પરંતુ, કંપનીઓના આગમન બાદ મંદીને બાદ કરતા પ્રાથમ વખત એવો વળાંક આવ્યો છે કે, હવે આ ઉાધોગોને ધમાધમતા કરવા મુશ્કેલ બન્યા છે. કેમ કે, લોકડાઉન ખુલી જાય તો પણ વતન ગયેલા શ્રમિકો પાછા ન ફરે ત્યાં સુાધી ઉાધોગોમાં ધમાધમાટ જોવા મળશે નહિં.
કચ્છમાં મોટા ભાગના ઉાધોગો પૂર્વ કચ્છના અંજારાથી માંડીને સામખીયારીમાં વિસ્તરેલા છે. ઉપરાંત, મુંદરા તાલુકામાં પણ પોર્ટ અને ખાનગી કંપનીઓ આવેલી છે. જેમાં મોટાભાગે પરપ્રાંતીય કામદારો કામ કરે છે. પણ હવે આ પરપ્રાંતીય મજુરો તેમના વતન ભેગા થઈ જતા ઉાધોગો શરૃ કરવામાં મુશ્કેલી પડશે. લોકડાઉન ખુલી જાય તો પણ યુપી, બિહાર, રાજસૃથાન સહિતના રાજયોના કામદારો મજુરો પાછા ન આવે ત્યાં સુાધી ઉાધોગો તેમની પૂર્ણ ક્ષમતાથી ધમાધમતા કરવા મુશ્કેલ છે. પોતાના વતન ગયેલા મજુરો ચોમાસામાં ખેતીમાં લાગી જશે. એટલે તેમનું પાછા આવવુ ઓર મુશ્કેલ બનશે. એટલે હવે ઉાધોગકારો માની રહ્યા છે કે, દિવાળી પછી જ પ્રોડકશનની કામગીરી પાટા પર ચઢશે. કચ્છમાંથી પણ મોટાભાગના કામદારો વતન ચાલ્યા ગયા છે અને બચ્યા છે તેઓ પણ વતન જવાની જીદ પકડીને બેઠા છે. કચ્છમાં ધમાધમતા વિવિાધ ઔાધોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિયોનું પ્રમાણ ૫૦% થી પણ વાધારે પ્રમાણ છે. એટલે કામદારોના વતન જવાથી આગામી મહિનાઓ સુાધી સિૃથતી સામાન્ય થવાની કોઈ શકયતા હાલ દેખાતી નાથી. તેમના જવાથી પ્રોડકશનમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાશે. પરિણામે, ઉાધોગોને કરોડો રૃપિયાનું નુકશાન પહોંચવાની દહેશત વ્યકત કરાઈ છે. લોકડાઉન ખુલી જાય તો પણ પરપ્રાંતીય કામદારોની ગેરહાજરીમાં વેપાર ધંધા ચલાવવા જરાય સરળ નહિ હોય.