Get The App

ભુજમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતી કોંગ્રેસ પર પોલીસનું દમન

- ચીન સાથેની અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ ન આપવા દેવાઈ

- જિલ્લા પ્રમુખ અને મહિલા કાર્યકર ઈજાગ્રસ્ત બન્યા ઃ કોંગ્રેસની લડતને તોડી પાડવા ભાજપના ઈશારે પોલીસે કાર્યવાહી કરી હોવાનો આક્ષે૫ ઃ હોસ્પિટલે કાર્યકરોના ટોળા એકત્ર થયા

Updated: Jun 18th, 2020

GS TEAM

Google News
Google News
ભુજમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતી કોંગ્રેસ પર પોલીસનું દમન 1 - image

ભુજ,બુધવાર

સમગ્ર દેશમાં ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીથી પ્રજા ત્રાહિમામ છે. નોટબંધી, જીએસટી, લોકડાઉન વિગેરેમાં પ્રજાને ભાજપની નબળી નેતાગીરીએ તમામ રીતે કંગાલ કરેલ છે. તેવા સંજોગોમાં હાલમાં પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વાધારો કરાતા પ્રજામાં અસંતોષનો ચરૃ ઉકળી ઉઠયો છે. જેના ભાગરૃપે કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા માથકોએ ઉગ્ર લડત કાર્યક્રમો આપવાનું આયોજન કરાયુ હતુ. જેના ભાગરૃપે કચ્છ જિલ્લા માથક ભુજ મધ્યે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ તળે પેટ્રોલ ડીઝલના ભાવ વાધારાના મુદે ઉગ્ર લડત કાર્યક્રમો યોજાયો હતો.

સૌ પ્રાથમ ચીની સૈનિકો દ્વારા શહીદ થયેલા ભારતના જવાન શહીદોને શ્રધૃધાજંલિ આપવાની વાત કરતા પોલીસે કચ્છ કોંગ્રેસને શ્રધૃધાજંલિ ન આપવા દેતા બંધારણીય અિધકારો વિરૃધૃધનું કાર્ય કર્યુ હતુ. શહીદ  જવાનોનું અપમાન કર્યુ હતુ. ત્યારબાદ કોંગ્રેસી આગેવાનોએ પેટ્રોલ ડીઝલના ભાવ વાધારા બાબતે એક જુાથ થઈ સુત્રોચ્ચાર કરતા અને આ લડત કાર્યક્રમમાં આમ પ્રજા જોડાતા વાતાવરણ તંગ બન્યુ હતુ. કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષની આક્રમક લડતને તોડી પાડવા ભાજપ સરકારના ઈશારે લડત કાર્યક્રમ અટકાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રોષપૂર્વક જણાવ્યુ હતુ કે, ખરેખર પેટ્રોલ ડીઝલના ભાવ વાધારાના મુદે ભાજપ સરકાર પોલીસને આગળ ધરી કોંગ્રેસ પક્ષના ગરીબ મજુરો ખેડૂત મહિલાઓ, નાના ધંધાર્થીઓને અવાજ દબાવી રહી છે. જે લોકશાહી તાથા માનવીય અિધકારો માટે લાંછનરૃપ ઘટના છે. જેને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. આ મુદે અંત સુાધી લડી લેવા તમામ નાગરિકો કોંગીજનોેને આગળ આવવા અનુરોધ કર્યો હતો. બીજીતરફ કોંગી આગેવાન, કાર્યકરો સામે પોલીસે બીનજરૃરી કલમો લગાડી પોલીસે બળ પ્રયોગ કરી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ તેમજ અંજલી ગોર ઘવાયા હતા. અંજલીની તબિયત લાથડતા જી.કે.જનરલ હોસ્પીટલ એડમીટ કરાયા હતા. આ ઘટનાને પગલે કચ્છ જિલ્લામાં ભાજપની સરકાર સામે આક્રોશ વધ્યો હતો. પોલીસ દમન તાથા ખોટા કેસો કરી અટક કરાયેલા આ આગેવાનોની વાત વાયુ વેગે પ્રસરતા કોંગ્રેસ પક્ષના ધાડા પોલીસ સ્ટેશનતાથા જી.કે. જનરલ હોસ્પીટલ ઉમટયા હતા. ઉપજાવી કાઢેલ ફરિયાદ તાથા પોલીસ દમન તમામ પાસાઓ ચકાસી લીગલ સેલ દ્વારા ટુંક સમયમાં ચેલેન્જ કરવામાં આવશે.

માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ માંગો સાથે રજુઆત 

વીજ બીલ માફી કરવા, પેટ્રોલ ડીઝલ ભાવ વાધારો પરત ખેંચવા અને નર્મદા કેનાલ પ્રશ્રે નિવારણ લાવવા માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા પણ આવેદનપત્ર પાઠવાયુ હતુ. આ મુદાઓ પર આગામી દિવસોમાં કોઈ પગલા નહિં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈ જન આંદોલન કરીશું તેવી ચિમકી અપાઈ હતી. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખેરાજ રાગ સહિતના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.

Tags :