કચ્છમાં કોરોનાથી વધુ એકનું મોત, રર નવા કેસ
- ૨૫ મોત, એક્ટીવ કેસ ૧૫૫ તથા કુલ પોઝિટિવ કેસનો આંક ૪૨૪ પહોંચ્યો
- ભુજમાં ૫, ગાંધીધામ ૪, અંજાર ૪, માધાપર ૨, નખત્રાણા ૨, રાપર ૨ તથા ભચાઉ, મુંદ્રા, માંડવીમાં એક-એક કેસ નોંધાયા
ભુજ, શુક્રવાર
કચ્છમાં આજે એક સાથે ૨૨ કેસ નોંધાતા કોરોનાની રફતાર તેજ ગતિએ ઉંચે જઈ રહી હોવાનું ફરી એક વાર સાબિત થયું હતું. માનકુવા આાધેડના મોત આજે સૌથી વધુ કેસ ભુજ તાલુકામાં ૫, ગાંધીધામ ૪, નખત્રાણા ૨, રાપર ૨, માધાપર ૨ તાથા ભચાઉ, મુંદરા, માંડવીમાં એક એક કેસ નોંધાયો છે. તો બીજીતરફ ૨ ર્દદીઓ સાજા થયા હતા. આમ કચ્છમાં એક્ટીવ કેસ ૧૧૫ તાથા કુલ પોઝિટિવ કેસ ૪૨૪ પહોંચી ગયા છે.
મળતી માહિતી મુજબ માનકુવાના ૫૧ વર્ષના દેવજીભાઈ દબાસીયાનો કોરોનાએ ભોગ લીધો હતો. તા.૧૧ના તેઓને દાખલ કરાયા હતા , તેને ડાયાબીટીસ સાથે હાર્ટની પણ બીમારી હતી. આજે બપોરે તેઓને અંતિમ શ્વાસ લીધા હતા. આમ,કિલર કોરોનાએ આજે ૨૫ દર્દીનો ભોગ લીધો હતો. તો પોઝિટિવ દર્દીઓ પર નજર નાખીએ તો ભુજ શહેરમાં હરીપર પોલીસ લાઈનમાં રહેતા ૩૦ વર્ષના પોલીસ કર્મચારી રાજેશ વરચંદ તેમની પત્ની ગીતાબેન તાથા ૭ વર્ષની પુત્રી નીવાબેન ચેપનો ભોગ બન્યા છે. લોટસ કોલોનીમાં રહેતા ૩૦ વર્ષના શર્મીના ખાતુન તાથા જુની રાવલવાડી ખાતેના સરકારી વસાહતમાં રહેતા ૩૮ વર્ષના પ્રવીણ સોલંકી ભોગ બન્યા છે. જ્યારે માધાપરના ઓાધવબાગમાં રહેતા પતિ- પત્નિ ૫૮ વર્ષના અરવિંદ કુમાર તાથા ૫૫ વર્ષના પુષ્પા અરવિદં કુમાર સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે ગાંધીધામ વોર્ડ ૧૨બીમાં ૪૭ વર્ષના પ્રકાશ દેવાણી, મુંબઈાથી આરતી હોટલમાં ભાવેશ મોહન, લીલાશાનગરમાં રહેતા મહાદેવ મહેતા તાથા આદિપુરના ડો.શ્યામ સીજુ ચેપનો શિકાર બન્યા છે. નખત્રાણાના અદાણીકોમ્પલેક્ષ પાસેના ૨૪ વર્ષના ઉત્તમસીંગ લખપતસીંગ તાથા પ્રાચીનગરમાં ૩૪ વર્ષના ગૌરવ સાની , રાપરતા.ના સુવઈના ગવરીપરના ૪૯ વર્ષના વેલાભાઈ સોનારા, પ્રાગપરના સોનીવાસના ૬૫ વર્ષના નાનાલાલ પટવાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મુંબઈાથી ભચાઉ આવેલા રામવાડીમાં રહેતા ૩૦ વર્ષના જોશના સોની , મુંદરા તાલુકાના મોટાકપાયાના નમરાવાસના ૨૫ વર્ષના પરેશ દાફડા તાથા માંડવી તાલુકાના દરશડીના ૫૦ વર્ષના દર્શના ઠક્કર સંક્રમણનો શિકાર બન્યા છે. જ્યારે અંજારતાલુકામાં વરસામેડીના ૪૨ વર્ષના મીના દવે, દબડાગામના ૫૨ વર્ષના રાજેશ ટાંક, ૭૦ વર્ષના કાન્તા સુાથાર, ૨૨ વર્ષના અજીત રજતનો સમાવેશ થાય છે. જ્યારે બીજીતરફ આજે બે દર્દીઓ સાજા થતા તેને રજા અપાતા સાજા થયેલા દર્દીનો આંક ૨૪૫ થયો છે. અત્યારસુાધી ૨૧ મોત નીપજી ચુક્યા છે.