ખાવડામાં એક ઈંચ વરસાદ, માર્ગો પર પાણી ભરાયા
- કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- ધોળાવીરા-ખડીર વિસ્તારમાં તળાવ-ડેમ ઓગની ગયા, વાતાવરણમાં ઠંડક
ભુજ,સોમવાર
કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસાથી વાદળ છાયા માહોલ વચ્ચે છુટાછવાયા સૃથળોએ મેઘરાજાએ હાજપુરી પુરાવી છે. શ્રાવણ માસના પ્રાથમ સોમવારે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં અંદાજે એક ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. ગત રાત્રિના વરસાદ થતા મોટા ભાગના ડેમો તળાવો ઓગની ગયા હતા. સારો વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્યમાં પુનઃ વરસાદની સીસ્ટમ સક્રિય થતા જિલ્લામાં હળવા-મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાવડામાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદની શરૃઆત થઈ હતી. અંદાજે એકાદ ઈંચ જેટલું પાણી વરસ ગયું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઠેરઠેર માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગત રાત્રિના ખાવડા ઉપરાંત હોડકો, ડુમાડો, ગોરેવાલી, કાળો ડુંગર, દિનારા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. ઉપરાંત ખડીર વિસ્તારમાં મેઘરાજાની મહેર થઈ હતી. ધોળાવીરામાં ત્રણ ઈંચ વરસાદ થતા બન્ને ડેમો ઓગની ગયા હતા. બાંભણકામાં ચાર ફુટ પાણી આવ્યુ હતું. ગઢડા, રતનપર, જનાણના ડેમો ઓગની ગયા છે. સારો વરસાદ થવાથી ખેડુતોમાં આનંદ છવાયો હતો. હવામાન ખાતા દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.