ભચાઉ-ગાંધીધામ હાઈવે પર નર્મદાના વાલ્વ લીક કરીને પાણી ચોરીનું નવતર કારસ્તાન!
- અધિકારીઓને જાણ કરવા છતાં પગલા લેવાતા નથી
- વાલ્વ ફરતે સિમેન્ટના બ્લોક ગોઠવી લીકેજ છુપવવાનો પ્રયાસ
ભચાઉ, તા.૧૮
ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પસાર થતી નર્મદાના નીરની લાઈન પરના એરવાલ્વ તોડીને લીક કરી પાણીની ચોરીનું નવતર કારસ્તાન શરૃ થયું હોવાની ફરિયાદ ઉઠી છે. એક જગ્યાએ છેલ્લા ત્રણ દિવસાથી આવી રીતે લીક થઈ રહેલા પાણી અંગે અિધકારીઓને જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નાથી.
આ અંગે લોકોમાંથી બહાર આવતી ફરિયાદ અનુસાર ભચાઉ ગાંધીધામ હાઈવે પર એક સૃથળે છેલ્લા ત્રણ દિવસાથી એર વાલ્વ લીકેજ છે. જેમાંથી લાખો લિટર પાણી વેડફાઈ ગયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ લીકેજ લાગતી આ ઘટનામાં પાણીની ચોરીનું કારસ્તાન હોય છે. આસપાસમાં ચાલતા બાંધકામોમાં આ પાણીનો દૂરઉપયોગ થાય છે. ફરિયાદ કર્યા બાદ પણ કોઈકારણોસર પગલા ન લેનાર અિધકારીઓ આ કારસ્તાનમાં તેની મીલીભગત હોય તેવી બાબત સાબિત કરી રહ્યા છે. વળી હાઈવે પરાથી પસાર થતા કોઈ લોકોને લીકેજ દેખાય નહીં તે માટે વાલ્વ ફરતે સિમેન્ટના બ્લોક ગોઠવીને આ કારસ્તાન છુપવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા પાણી પુરવઠા વિભાગના અિધકારીઓને ત્રણ દિવસ પહેલા જાણ કરવામાં આવી છે. ત્યારે હાલના ઉનાળાના સમયમાં પાણી ખોટી રીતે વેડફાઈ રહ્યું હોય વાલ્વનું સત્વરે રિપેરીંગ કરીને લીકેજ કરનાર તત્વોને શોધી કાઢી કાયદેસર પગલા લેવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠી છે.