ભુજ, સોમવાર
ભુજ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિાધ ચેમ્બર અને મર્ચન્ટ એસોસીએશનના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કચ્છના છેવડાના વેપારીઓના પ્રશ્નો કોઈ સાંભળતું નાથી. ત્યારે જિલ્લાના તમામ વેપારીઓ સંગઠીત બની એક છત નીચે આવે અને જિલ્લાકક્ષાનું સંગઠન બને એ સમયની માંગ છે. તેવો સુર વ્યક્ત કરાયો હતો. પ્રારંભમાં તાજેતરમાં લદાખમાં શહીદ થયેલા ૨૦ જેટલા વીર જવાનોને શ્રધૃધાંજલી આપવામાં આવી હતી તાથા ચાઈનાની વસ્તુઓનો કઈ રીતે બહિષ્કાર કરવો તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચેમ્બરના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિાધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.૩૦ જુન પછી લોકડાઉન હટી ગયા બાદ શ્રધૃધાજંલી નો કાર્યક્રમ જિલ્લાકક્ષાએ યોજવા અને આ કાર્યક્રમ માટે જિલ્લા લેવલની બાધી તાલુકા તાથા મર્ચન્ટ એસો. ના પ્રમુખ-મંત્રીની ભુજ ખાતે મીટીંગ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કચ્છના નવ તાલુકાઓના ચેમ્બરના આગેવાનોની આ બેઠકમાં લદાખના વીર શહીદોને શ્રધૃધાંજલી આપી બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાયનાથી આવતી વસ્તુઓના વિકલ્પ રૃપે ભારતમાં બનતી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવા સહીતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસિૃથત નવે-નવ તાલુકાના ચેમ્બરના આગેવાનોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા તાથા વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠનમાં રહેવું આવશ્યક હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


